મુંબઇ,
બોલિવૂડની નવી નવેલી હસીના સારા અલી ખાન આજકાલ હોટ ટોપિક બનીલી છે. તેની અપીયરેન્સને લઇને તે પહેલાથી ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેનો એક વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહો છે, જેમાં સારા જીમમાં વર્કઆઉટ કરતા જોવા મળી રહી છે. વીડીયોની ખાસ વાત એ છે કે તેમાં તેની સાથે મલાઈકા અરોરા પણ એક્સરસાઇઝ કરતા જોવા મળી રહી છે. જી હા, મલાઈકા સારાની નવી જીમ પાર્ટનર બની ગઈ છે અને આ વીડીયો તેનો પુરાવો છે. આ વીડીયોને મલઈકાએ જાતે જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
મલાઈકાથી ઇન્સ્પાયરથઇ સારા અલી ખાન….
સારા અલી ખાનને જોઈને લાગે છે કે તે પણ ફિટનેસ ફ્રીક મલાઈકાથી ઇન્સ્પાયર થઈ ગઈ છે. મલાઈકા અને સારાનો આ વીડીયો સોશિઅલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે, જેમાં બોલિવૂડની આ બંને સુંદરીઓ એક સાથે પિલાટે સેશન કરતા નજરે પડી રહી છે. આ વીડીયોમાં જ્યાં એક બાજુ મલાઈકા સ્પોર્ટ્સ શૉર્ટ્સમાં જોવા મળી રહી છે. તો ત્યાં જ સારા પણ પિંક ટોપ અને શોર્ટ્સમાં દેખાય છે. બંને સાથે મળીને જીમમાં પસીનો વહાવીતા જોઈને તે સ્પષ્ટ છે કે, આ બંને એક્ટ્રેસેસ પોતાના વર્કઆઉટ માટે કેટલા સીરીઅસ છે.
https://www.instagram.com/p/Bs5f5XjhyT-/
આપને જણાવી દઈએ કે આ પહેલી વખત નથી જ્યારે મલાઈકા અને સારા સાથે મળીને જીમમાં સાથે જોવા મળી હોય. પહેલાં પણ આ બંને એક્ટ્રેસેસ એક જ જીમમાં વર્કઆઉટ કરી ચુકી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ફિલ્મોમાં આવતા પહેલા સારાનું વજન 96 કિલો હતું. પરંતુ હવે તેને પોતે સારી રીતે મેન્ટેન કરી લીધી છે.
