બોલિવૂડ સિંગર અભિજીતનો પુત્ર ધ્રુવ ભટ્ટાચાર્યનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જે એસિમ્પ્ટોમેટિક છે અને તેને હોમ ક્વોરેન્ટેડ કરવામાં આવ્યો છે. એક ખાનગી માધ્યમ સાથે વાચચીતમાં તેના પિતા અભિજીત આ વાતની પુષ્ટિ કરી હતી. અભિજીતે કહ્યું કે, ‘આ વાત સાચી છે કે ધ્રુવનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે પરંતુ હવે આ સામાન્ય વાત થઈ ગઈ છે.
અભિજીતે વધુમાં કહ્યું કે, ધ્રુવ આગામી દિવસોમાં પ્રવાસની યોજના બનાવી રહ્યો હતો, આવી સ્થિતિમાં અમને ધ્રુવનો ટેસ્ટ કરવો જરૂરી લાગ્યો હતો.જ્યારે રિપોર્ટ પોઝિટીવ છે. તેમ છતાં ધ્રુવમાં કોઈ જ પ્રકારના કોરોનાના લક્ષણો નથી. તે એકદમ ઠીક છે.
અભિજીત હમણાં શહેરમાં નથી તે છેલ્લા 1 અઠવાડિયાથી કોલકાતામાં હતા ટીવી શો સુપર સિંગરના શૂટિંગ માટે જ્યાં તેની સાથે ગાયક શાન છે અને તે સિવાય આખી ટેકનીકલ ટીમ મુંબઈથી ગઈ છે. ત્યાં તેને સંપૂર્ણ નિયમ હેઠળ ક્યુરેન્ટાઇન કરવામાં આવ્યા છે અને ત્યારબાદ કોરોના ટેસ્ટ કર્યા પછી પરવાનગી આપવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે અભિજીત અને શાન સિવાય, આખી ટીમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
