Not Set/ મધ્યપ્રદેશ/ શિવરાજ સિંહ ચૌહાણ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ વી.ડી. શર્મા થયા કોરોના સંક્રમિત

ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી.શર્માનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બીજી બાજુ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનના અંતિમ સંસ્કાર માટે લખનઉ ગયેલા તમામ નેતાઓ અને મંત્રીઓ પણ સંક્રમિત મળ્યા છે. આ અગાઉ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, રાજ્ય સંગઠન મહામંત્રી સુહાસ ભગત અને કેબિનેટ મંત્રી અરવિંદ ભદોરિયાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. ત્રણેયની સારવાર કોવિડ સેન્ટર ચિરાયુ […]

Uncategorized

ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી.શર્માનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બીજી બાજુ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનના અંતિમ સંસ્કાર માટે લખનઉ ગયેલા તમામ નેતાઓ અને મંત્રીઓ પણ સંક્રમિત મળ્યા છે. આ અગાઉ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, રાજ્ય સંગઠન મહામંત્રી સુહાસ ભગત અને કેબિનેટ મંત્રી અરવિંદ ભદોરિયાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. ત્રણેયની સારવાર કોવિડ સેન્ટર ચિરાયુ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.

પ્રદેશ પ્રમુખ વી.ડી. શર્માનો પહેલો અને બીજા રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા, પરંતુ હવે ત્રીજો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેઓ છેલ્લે રાજ્ય ભાજપ કાર્યાલયમાં માંધાતાના ધારાસભ્ય નારાયણ પટેલને પાર્ટીમાં સામેલ કરવાના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.