ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી.શર્માનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બીજી બાજુ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનના અંતિમ સંસ્કાર માટે લખનઉ ગયેલા તમામ નેતાઓ અને મંત્રીઓ પણ સંક્રમિત મળ્યા છે. આ અગાઉ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, રાજ્ય સંગઠન મહામંત્રી સુહાસ ભગત અને કેબિનેટ મંત્રી અરવિંદ ભદોરિયાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. ત્રણેયની સારવાર કોવિડ સેન્ટર ચિરાયુ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
પ્રદેશ પ્રમુખ વી.ડી. શર્માનો પહેલો અને બીજા રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા, પરંતુ હવે ત્રીજો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેઓ છેલ્લે રાજ્ય ભાજપ કાર્યાલયમાં માંધાતાના ધારાસભ્ય નારાયણ પટેલને પાર્ટીમાં સામેલ કરવાના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.
.@BJP4MP प्रदेश अध्यक्ष एवं खजुराहो सांसद श्री @vdsharmabjp के अस्वस्थ होने की सूचना प्राप्त हुई।
ईश्वर उन्हें जल्द ही पूर्ण स्वस्थ करें, मेरी यही प्रार्थना है।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 29, 2020
