દેશમાં સૌથી પ્રખ્યાત મારુતિ વેગન આર હવે પહેલા કરતા વધારે મોટી થવા જઈ રહી છે. કારણ કે હવે મારુતિ 7 સીટર સુઝુકી વેગન આર કાર લોન્ચ કરવા જઇ રહી છે. વેગન-આરનાં નવા મોડેલની તસવીરો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જો લોકોની માનીએ તો માર્ગમાં ટેસ્ટિંગ માટે જતા હતા ત્યારે, લોકોએ આ કારનાં ફોટો ક્લિક કર્યા અને ત્યારબાદ તે ઇન્ટરનેટ પર વાયરલ થયા છે.

આ વેગન-આર કાર સામાન્ય વેગન-આર કાર કરતા થોડી લાંબી છે. આ કારણોસર, તેમા 7 બેઠકોની સુવિધા અને પુષ્કળ જગ્યા આપવામાં આવી છે. આ કારનો દેખાવ પણ હવે ઘણી હદ સુધી બદલાઈ ગયો છે. ગયા વર્ષે મારુતિ સુઝુકીએ કહ્યું હતું કે તે 7 સીટરની કાર લાવવાની છે, પરંતુ પાછળથી કંપની દ્વારા આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

નિષ્ણાંતોનાં મતે, 7 સીટવાળી વેગન આર કારમાં પહેલા કરતા ઘણા બધા ફેરફાર જોવા મળશે. આમા રીઅર બમ્પરનો ઉપયોગ કરવામાં આવશે. તેની લાઇટિંગ પણ મોટા પ્રમાણમાં નવા લુકમાં જોવા મળશે. ઉપરાંત, તેને મલ્ટી પર્પઝ વાહન તરીકે વિકસિત કરવામાં આવી રહેલ છે અને 7 બેઠકો સાથે બનાવવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે, મારુતિ સુઝુકીની 7 સીટર વેગન આર, પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં ઉપલબ્ધ હશે. ડીઝલ એન્જિનમાં 0.8 લિટરનું ટ્વીન સિલિન્ડર આપવામાં આવશે. આ એન્જિનનો ઉપયોગ સેલેરીયો કારમાં પણ કરવામાં આવ્યો છે. વળી, સ્વિફ્ટ હેચબેક એન્જિન પેટ્રોલ વેરિઅન્ટ કારમાં સ્થાપિત કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
