અમદાવાદ,
નાના વેપારીઓનાં ધંધાને વેગ મળે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારનું આયોજન દેશમાં પહેલી વાર કરવામાં આવ્યું છે, ત્યારે પહેલા દિવસથી જ શોપીંગ ફેસ્ટીવલમાં ખરીદી કરવા આવતા લોકોની નારાજગી જોવા મળી હતી.
ગ્રાહકોને ડિસ્કાઉન્ટ ન મળતા અમુક ગ્રાહકો નિરાશ થઇને પરત ફર્યા હતા. ત્યારે મંગળવારે સવારથી શોપીંગ ફેસ્ટીવલમાં 15 કરતા વધુ સ્ટોલ હટાવી લેવાયેલા જોવા મળ્યા હતા.
આસપાસનાં વેપારીઓને આ અંગે પુછતા તેઓએ જણાવ્યું કે આ સ્ટોલ ધારકોએ 4 દિવસ માટે જ સ્ટોલ ભાડે રાખ્યા હતા તે બાદ તેમને ઘરાકી સારી નહી થઇ હોય અથવા તો કમાઇ ગયા હશે એટલે સ્ટોલ બંધ કરી દીધા હશે. ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે જો કોઇ વેપારી સારુ કમાય તો સ્ટોલ વહેલા બંધ કેમ કરે.
