નવી દિલ્હી,
ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ દેશભરની રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા મિશન ૨૦૧૯ના ભાગરૂપે ચૂંટણીનું રણશિંગુ ફૂંકી રહ્યા છે જયારે બીજી વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ ગઠબંધનને લઈ કવાયત કરાઈ રહી છે.
લોકસભાની ચૂંટણીના આ માહોલ વચ્ચે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આ ચૂંટણીને લઇ એક મહત્વનું નિવેદન આપ્યું છે.

રાજને કહ્યું હતું કે, “૨૦૧૯ની લોકસભા ચૂંટણી પછી દેશમાં ગઠબંધનની સરકાર આવે છે તો અર્થવ્યવસ્થાની ગતિ મંદ પડી શકે છે.
સ્વિઝરલેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં તેઓએ કહ્યું, “દેશમાં ઉદ્યોગોને અનુકૂળ માહોલ બનાવવા માટેની જરૂરત છે”.
RBIના પૂર્વ ગવર્નરનું આ નિવેદન પીએમ મોદીના એ દાવાની નજીક આવે છે, જ્યાં તેઓ દેશને મજબૂર નહિ પણ મજબૂત સરકારની જરૂરત છે”.
આ ઉપરાંત તેઓએ મોદી સરકાર દ્વારા કરાયેલા GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) અને નોટબંધીને લઈને પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, “જીએસટી એક સકારત્મક પગલું છે પરંતુ નોટબંધી એક ઝટકો છે.
