Not Set/ લગ્ન બાદ હાર્દિકે કર્યુ એલાન, હવે રાષ્ટ્ર માટે પત્ની સાથે મળીને કરીશ સંઘર્ષ

સુરેન્દ્રનગર, પાટીદાર આરક્ષણ આંદોલનના નેતા હાર્દિક પટેલ આજે લગ્ન કરી ચુક્યા છે. હાર્દિક પટેલ આજે (27 જાન્યુઆરી)એ કિંજલ સાથે લગ્ન તાંતણે બંધવા ગયા છે. તેઓના લગ્ન સુરેન્દ્રનગરના દિગસરમાં સંપૂર્ણ રિતી-રિવાજ સાથે લગ્ન થયા છે. રવિવારે વહેલી સવારે હાર્દિક પટેલની જાન દિગસર ગામે પહોંચી હતી.દિગસરમાં આવેલ ઉમિયા માતાજીના મંદિરમાં હાર્દિક કિંજલ સાથે ફેરા ફર્યા છે. માત્ર છ ગાડીઓ ના […]

Top Stories Gujarat Videos

સુરેન્દ્રનગર,

પાટીદાર આરક્ષણ આંદોલનના નેતા હાર્દિક પટેલ આજે લગ્ન કરી ચુક્યા છે. હાર્દિક પટેલ આજે (27 જાન્યુઆરી)એ કિંજલ સાથે લગ્ન તાંતણે બંધવા ગયા છે. તેઓના લગ્ન સુરેન્દ્રનગરના દિગસરમાં સંપૂર્ણ રિતી-રિવાજ સાથે લગ્ન થયા છે.

રવિવારે વહેલી સવારે હાર્દિક પટેલની જાન દિગસર ગામે પહોંચી હતી.દિગસરમાં આવેલ ઉમિયા માતાજીના મંદિરમાં હાર્દિક કિંજલ સાથે ફેરા ફર્યા છે.

માત્ર છ ગાડીઓ ના કાફલા સાથે હાર્દિક પટેલ પહોંચ્યો દિગસર ગામે પહોંચ્યો હતો.લગ્ન માટે બંને પરિવારના નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.આજે લગ્નની તમામ વિધિ વિરમગામમાં આવેલા હાર્દિકના ઘરે થઈ રહી છે. રવિવારે સવારે હાર્દિક તેમજ કિંજલ બંનેના પરિવારજનો દિગસર પહોંચશે. જ્યાં સવારે 10 વાગ્યાનું હસ્તમેળાપનું મુહૂર્ત હતું.