નવી દિલ્હી,
લોકસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે એમ હવે નેતાઓની રાજનૈતિક નિવેદનબાજી પણ શરુ થઇ ગઈ છે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા ગઠબંધન કરીને વર્તમાન મોદી સરકારને ઘેરવાની કોશિશ કરાઈ રહી છે.
આ વચ્ચે મોદી સરકારમાં કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ એકે એવું બાણ છોડ્યું છે તેને લઈ સરકારની મુશ્કેલીઓ વધી શકે છે.
N Gadkari: Sapne dikhane waale neta logon ko acche lagte hain,par dikhaye hue sapne agar pure nahi kiye to janta unki pitayi bhi karti hai.Isliye sapne wahi dikhao jo pure ho sakein….Mai sapne dikhane waale mein se nahi hu.Mai jo bolta hu wo 100% danke ki chot par pura hota hai pic.twitter.com/SRISZyCffS
— ANI (@ANI) January 27, 2019
હકીકતમાં, રવિવારે એક કાર્યક્રમોમાં તેઓએ કહ્યું હતું કે, ‘ચૂંટણીમાં લોકોને સપનાઓ તે જ બતાવજો જેને પુરા કરી શકો, બાકી આ સપનાઓ પુરા ન થવા પર જનતા નેતાઓને પીટે છે”.
જો કે આ દરમિયાન ગડકરીએ કોઈ રાજકીય નેતા કે પાર્ટીનું નામ લીધું ન હતું,પરંતુ તેઓની પ્રતિક્રિયા વિપક્ષ માટે મોદી સરકાર પર સાધવામાં આવી રહેલા નિશાનનો એક મૌકો છે.
जहाँ ये तेरी नज़र है,
नितिन जी हमें ख़बर है 🙂 https://t.co/tfGV6i36L1— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 27, 2019
બીજી બાજુ તેઓના આ નિવેદન બાદ કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટ કરતા કહ્યું હતું કે, “ગડકરી જી અમે સમજી ગયા છે કે તમારું નિશાન ક્યાં છે”.
પ્રિયંકા આ નિવેદન દ્વારા મોદી સરકાર દ્વારા કરાયેલા દાવાઓ પુરા ન થવાની દિશામાં ઈશારો કરી રહ્યા હતા અને તેઓએ ગડકરીની પ્રતિક્રિયાના બહાને ભાજપને પણ ઘેરી હતી.
