મુંબઈ,
આદિત્ય નિર્દેશનમાં બનેલી ફિલ્મ ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઈકે હવે ત્રીજા વિક એન્ડમાં પણ ધમાકો કર્યો છે અને બોક્સ ઓફિસ પર કલેક્શનનો આંકડો ૧૫૦ કરોડ સુધી પહોચ્યો છે.
૧૧મી જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે ત્રીજા વિક એન્ડમાં કુલ ૨૩.૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
#UriTheSurgicalStrike is rocking… Puts up a fantastic total in Weekend 3… The incredible trending is an eye opener… Has strong chance of joining ₹ 200 cr Club… [Week 3] Fri 4.40 cr, Sat 9.75 cr, Sun 9.20 cr. Total: ₹ 157.38 cr. India biz. #Uri #HowsTheJosh
— taran adarsh (@taran_adarsh) January 28, 2019
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ દ્વારા ત્રીજા વિક એન્ડના ઉરી ફિલ્મની કમાણીના આંકડા જાહેર કરાયા છે. જાહેર કરાયેલા આંકડા મુજબ વિક એન્ડમાં શુક્રવારે ૪.૪૦ કરોડ રૂપિયા, શનિવારે ૯.૭૫ કરોડ રૂપિયા અને રવિવારે ૯.૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ સાથે જ ફિલ્મે અત્યારસુધીમાં કુલ ૧૫૭.૩૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે. બીજી બાજુ આદર્શના જણાવ્યા મુજબ, આ ફિલ્મની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાના આંકડા સુધી પહોંચી શકે છે.
