Not Set/ Pm modi live: દેશ બદલાઈ રહ્યો છે,દેશે મારા પર ભરોષો મુક્યો:PM

સુરત, પીએમ મોદી નવસારીમાં 110 કરોડના ખર્ચે બનેલ દાંડી સ્મારકનું લોકાર્પણ કર્યા બાદ હાલ PM મોદી સુરત શહેરના ઈન્ડોર સ્ટેડિયમમાં ‘ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવ’ અંતર્ગત 15,000 વધુ પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરી રહ્યા છે. https://t.co/ba8MKNvcAk — Mantavya News (@Mantavyanews) January 30, 2019 90 હજાર કરોડ રૂપિયા જે લોકોના પેટમાં જતા હતા, તેમની આ દુકાન મોદીએ બંધ […]

Top Stories Gujarat Surat

સુરત,

પીએમ મોદી નવસારીમાં 110 કરોડના ખર્ચે બનેલ દાંડી સ્મારકનું લોકાર્પણ કર્યા બાદ હાલ PM મોદી સુરત શહેરના ઈન્ડોર સ્ટેડિયમમાં ‘ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવ’ અંતર્ગત 15,000 વધુ પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરી રહ્યા છે.

90 હજાર કરોડ રૂપિયા જે લોકોના પેટમાં જતા હતા, તેમની આ દુકાન મોદીએ બંધ કરી દીધી. આ લોકો મોદીને ક્યાંથી પસંદ કરવાના છે. હું તો દેશના હિતમાં કામ કરી રહ્યો છું. મેં દેશહિતમાં સંપૂર્ણ પવિત્રતા સાથે કામ કર્યું છે.

દેશમાં 6 કરોડ નકલી રેશનિંગ કાર્ડ બનેલા હતા. અમે આ ભૂતિયા રેશનકાર્ડ બંધ કરી દીધા. જેમને સબસિડી મળતી હતી તેમને સીધી ખાતામાં મળવા લાગી. આથી વચેટિયાઓની દુકાન બંધ થઈ ગઈ.

આપણે નેગેટિવિટીનો વિચાર કરવાનો નથી. આપણે પોઝિટિવિટીનો વિચાર કરવાનો છે. આપણે સાચી વાતને આપણે 10 જગ્યાએ ફેલાવાની છે.

પહેલા દરરોજ સમાચાર આવતા હતા કે, મુંબઈમાં વિસ્ફોટ, કાશ્મીરમાં વિસ્ફોટ, અયોધ્યામાં વિસ્ફોટ જૂની અને બીમાર માનસિકતા અમે બદલી છે, તો પીએમ મોદીએ સંબોધન દરમિયાન સર્જીકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ પણ કર્યો હતો.પહેલાં બોંબ બ્લાસ્ટ થતાં હતાં. હવે એ દુષણ બંધ થયું છે.

સવાસો કરોડ દેશવાસીઓએ નક્કી કરી લીધું છે કે, પરિવર્તન લાવવું છે. એટલે જ દેશ બદલાઈ રહ્યો છે. આજે દેશમાં મુદ્રા યોજના શરૂ કરી છે. તમે માત્ર કેટલીક મિનિટોમાં લોન લઈને કારોબાર કરી શકો છે. આ પરિવર્તન નથી.

આજે સાડા ચાર વર્ષ થઈ ગયા, દેશમાં ક્યાંય હુમલાના સમાચાર આવ્યા નથી. વિસ્ફોટના સમાચાર આવ્યા નથી. આ જ પરિવર્તન છે.

ઇન્ડોર સ્ટેડિયમમાં 7500 લોકોને બેસવાની વ્યવસ્થા છે, શહેરના ડોકટર્સ, વકીલો, ટેક્સ કન્સલ્ટન્ટ, ટેકનોક્રેટ વગેરે આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે આવી પહોંચ્યા છે. ઈનડોર સ્ટેડિયમની કેપેસીટી કરતા વધુ સંખ્યામાં રજીસ્ટ્રેશન થઇ ગયું છે. આથી, સ્ટેડીયમની બહાર પણ એક ડોમ બનાવાયો છે, જ્યાં લોકોના બેસવાની વ્યવસ્થા કરાઈ છે.

સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે મોડું થવા બદલ સમા માગું છું. સુરતમાં આ મારો ચોથો કાર્યક્રમ છે, તમે થાક્યા તો નથી ને, કારણ કે હું થાકતો નથી. અહીંથી દિલ્હી ગયા બાદ પણ મારે કામ કરવાનું છે.

સુરતમાં તેમના આ કાર્યક્રમ માટે ઈન્ડોર સ્ટેડિયમમાં રિવોલ્વિંગ સ્ટેજને બનાવવામાં આવ્યું છે. સ્ટેજને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. સ્ટેજનો બહારજનો ભાગ સ્થિર રહેશે, જ્યારે અંદરનાં ભાગનું સર્કલ ગોળ ફરશે.

રિવોલ્વિંગ સ્ટેજ સાડા પાંચ થી છ મીનીટનો એક રાઉન્ડ પૂરો કરશે. આ ઝડપ એટલા માટે રાખવામાં આવી છે, કારણ કે જો વધુ સ્પીડમાં સ્ટેજ ફરે તો ચક્કર આવી શકે છે.

રિવોલ્વિંગ સ્ટેજ માટે જે ઇલેક્ટ્રિક મોટર મુકવામાં આવી છે, તે સુરતની SVNITના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી છે. આમ સ્ટેજ બનાવવા માટે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.