Not Set/ એટલો સહલો નથી વિજય માલ્યાને ભારત લાવવો,લાગી શકે છે સમય, આ રહ્યાં કારણો

દિલ્હી, ભારતમાંથી આર્થિક દેવું કરીને ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણને બ્રિટિશ સરકારે મંજૂરી આપી દીધી છે. આ અંગે મળતી માહિતી અનુસાર, બ્રિટનના ગૃહ સચિવ સાજિદ જાવેદે ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. જો કે વિજય માલ્યાને ભારત લાવતા હજુ બીજા 3 મહિનાનો સમય લાગી શકે છે.વિજય માલ્યાએ કહ્યું છે કે હોમ સેક્રેટરીના ઓર્ડર […]

Top Stories India

દિલ્હી,

ભારતમાંથી આર્થિક દેવું કરીને ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણને બ્રિટિશ સરકારે મંજૂરી આપી દીધી છે. આ અંગે મળતી માહિતી અનુસાર, બ્રિટનના ગૃહ સચિવ સાજિદ જાવેદે ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે.

જો કે વિજય માલ્યાને ભારત લાવતા હજુ બીજા 3 મહિનાનો સમય લાગી શકે છે.વિજય માલ્યાએ કહ્યું છે કે હોમ સેક્રેટરીના ઓર્ડર સામે તે અપીલમાં જશે.વિજય માલ્યા પાસે અપીલમાં જવા માટે 15 દિવસનો સમય છે.જો કે જોવાની વાત એ પણ છે કે વિજય માલ્યાએ આ અપીલ હોમ સેક્રેટરી સમક્ષ જ કરવાની રહેશે એટલે આ અપીલથી તેમને રાહત મળવાના ચાન્સ ઓછા છે.

પરંતું કદાચ જો હોમ સેક્રેટરી માલ્યાની અપીલ સ્વીકારી લે તો તેની સુનવણી માટે 5-6 મહિનાનો સમય લાગી શકે છે અને આ અપીલ ફગાવી દે તો વિજય માલ્યા પાસે યુકેની સુપ્રિમ કોર્ટમાં જવાનો ચાન્સ રહે છે.જો માલ્યા યુકે જશે તો તેની સુનવણીમાં પણ ઘણાં મહિના લાગી શકે છે.

પરંતુ જો સુપ્રિમ કોર્ટમાં માલ્યા કેસ હારી જાય તો બ્રીટીશ સરકારની મંજુરી પછી તેમને ભારત લાવી શકાય છે.

આમ,વિજય માલ્યાને ભારત લાવવમાં હજુ પણ સમય વીતી શકે તેમ છે.

સાજિદ જાવેદે સોમવારે એટલે કે 3 ફેબ્રુઆરીના રોજ વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા પર ભારતીય બેન્કોના રૂ.9000 કરોડથી પણ વધુ લેણાં બાકી છે.

નોંધનીય છે કે વિજય માલ્યાએ કિંગફિશર એરલાઈન્સ માટે ભારતની વિવિધ બેન્કો પાસેથી કરોડો રૂપિયાની લોન લીધી હતી. તેની એરલાઈન્સે દેવાળું ફૂંકતા માલ્યા આ દેવું ચૂકવ્યા વગર જ ભારત દેશ છોડીને વર્ષ 2016માં ભાગી ગયો હતો. આથી, ભારતે માલ્યાને ભારત લાવવા માટે વિવિધ સ્તરે પ્રયાસો હાથ ધર્યા હતા. ડિસેમ્બર 2018માં લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે વિજય માલ્યાને ભારત મોકલવા અંગેનો પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો, જેમાં તેમણે પ્રત્યારોપણ પહેલાં વિવિધ શરતોની ચકાસણી કરવા અને ભારત સરકારને પણ અમુક દસ્તાવેજો રજૂ કરવા આદેશ આપ્યો હતો