મુંબઇ,
સોનુ નિગમ ભારતીય સંગીતના અત્યંત સુરીલા અને ટેલેન્ટેડ ગાયકોમાંનો એક છે. માત્ર દેશમાં જ નહિ વિદેશમાં પણ તેમના અવાજ ના ઘણા લોકો દિવાના છે. સોનુ નિગમ ઘણા કેટલાક સમયથી બોલિવૂડમાં ભલે સક્રિય નથી રહ્યા, પરંતુ તેમની લોકપ્રિયતામાં કોઈ પણ કમી આવી નથી. પરંતુ આ દરમિયાન, સોનુ નિગમના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગંભીર સ્ક્રીન એલર્જીને લીધે તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના શરીર પર વધતા નિશાન જોઈને, તેમને 48 કલાક માટે ICU માં રાખવામાં આવ્યા.

એક વેબસાઈટના જણાવ્યા મુજબ, સોનુએ તાજેતરમાં એમટીવી અનપ્લગ્ડ સિઝન 8 નું શૂટિંગ કર્યા પછી તરત જ તેમને બીકેસીના પાસે કંઈ ખાધું હતું. જેના કારણે તેઓને કોઈક પ્રકારની ગંભીર એલર્જીક થઇ હતી. તેમના શરીર પર નિશાન થવા લાગ્યા. આ પછી સોનુને ત્વચા પર એલર્જી ય્હ્વાનો અહેસાસ થયો. ત્યાર પછી તેઓએ એન્ટી એલર્જીક દવા લીધી પણ તેની કોઈ અસર થઈ નહીં. કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે શરીર પર આવી રહેલી નિશાન કોઈ સામાન્ય એલર્જી જેવા નથી. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સિંગર તાત્કાલિક નાણાવટી પહોંચ્યો જ્યાં હોસ્પિટલના ડૉક્ટરએ તેમને ICU માં એડમિટ થવાની સલાહ આપી.

જો અહેવાલનું માનવામાં આવે તો નાણાવટી હોસ્પિટલના પેશાસને આઈસીયુમાં સોનુ નિગમ રાખવાનું નક્કી કર્યું અને તરત જ સારવાર શરૂ કરી. બે દિવસ હૉસ્પિટલમાં રહ્યા પછી, સોનુ નિગમની સ્થિતિમાં સુધારો થયો છે. જો હોસ્પિટલનું માનવામાં આવે તો સોનુ નિગમને સાજા થઇ ગયા છે અને ઓડિશામાં થનારા મ્યુઝિક કોન્સર્ટ માટે જતા રહ્યા છે.

