Not Set/ પાયલોટની ભુલે 156 પેસન્જરોના જીવ જોખમમાં મુકી દીધા,બે વર્ષે થયો ચોંકાવનારો ખુલાસો

દિલ્હી, ઘણીવાર  પ્લેનની અંદર એવા બનાવો બનતા રહે છે કે મુસાફરોના શ્વાસ અધ્ધર થઇ જાય.21 જુન 2017ના રોજ બનેલી આ ઘટનામાં કેટલાંક ચોંકવાનારા ખુલાસા થયા છે.બે વર્ષ પહેલાની આ ઘટનામાં દિલ્હીથી મુંબઇ જતી ગો એરની ફ્લાઇટમાં પણ કઇક એવું બની ગયું કે દોઢસો જેટલા મુસાફરોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. આ બધા ખુલાસા આ બનાવના તપાસ રિપોર્ટમાં […]

India Trending

દિલ્હી,

ઘણીવાર  પ્લેનની અંદર એવા બનાવો બનતા રહે છે કે મુસાફરોના શ્વાસ અધ્ધર થઇ જાય.21 જુન 2017ના રોજ બનેલી આ ઘટનામાં કેટલાંક ચોંકવાનારા ખુલાસા થયા છે.બે વર્ષ પહેલાની આ ઘટનામાં દિલ્હીથી મુંબઇ જતી ગો એરની ફ્લાઇટમાં પણ કઇક એવું બની ગયું કે દોઢસો જેટલા મુસાફરોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.

આ બધા ખુલાસા આ બનાવના તપાસ રિપોર્ટમાં થયા છે.

ગો એરની ફ્લાઇટ  દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ત્યારે તેના એક એન્જિન સાથે પક્ષી અથડાયું હતું.પક્ષી અથડાતા પાયલોટે ભૂલથી કામ કરી રહેલા એન્જિનને બંધ કરી દેતા મધ્ય આકાશમાં ઇમરજન્સી  ઉભી થઇ ગઇ હતી.

આ ફ્લાઇટ 3,330 ફુટની ઉંચાઇ પર ઉડી રહી હતી ત્યારે આ ઇમરજન્સી ઉભી થઇ હતી અને ફ્લાઇટને દિલ્હી એરપોર્ટ પર પરત લાવવું પડ્યું હતું.

જોકે આ બનાવ બનતા ફ્લાઇટમાં સવાર 156 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટાયા હતા.

ડીજીસીએના  રિપોર્ટમાં બહાર આવેલી આ ઘટના 21 જૂન,2017 સવાર 5.58 કલાકની છે. આ રિપોર્ટમાં ઉડાન ભરતી સમયે એક પંખી વિમાનનાં 2 નંબરનાં એન્જિન સાથે અથડાયુ હતુ. ફ્લાઇટના બે ક્રુ મેમ્બરે આ અવાજ સાંભળ્યો પણ ખરો અને બંને પાયલોટનું ધ્યાન પણ દોર્યુ.છતાં પાયલોટે ફ્લાઇટ ટેક ઓફ કર્યું.જો કે ફ્લાઇટ ટેક ઓફ થતાં  એન્જિનમાંથી અવાજ આવવા લાગ્યો જેથી પાયલટે આ એન્જિનને બંધ કરી દીધુ

પાયલટને લાગ્યુ કે ઊંચાઈ પર પહોંચીને ફરી એન્જિન ચાલુ કરવાથી ઠીક થઈ જશે, પરંતુ તેમણે ભૂલથી યોગ્ય કામ કરતું એક નંબરનું એન્જિન બંધ કરી દીધુ હતુ.

પાયલોટને ભૂલની ખબર પડી ત્યારે વિમાન 3300 ફુટની ઊંચાઈએ હતું અને એન્જિન નંબર-1ને ફરી ચાલુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તે સમયે એન્જિન ચાલુ થઈ શક્યુ ન હતુ.

પાયલટનાં પ્રયાસ બાદ 3108 ફુટની ઊંચાઈ પર એન્જિને કામ કરવાનું ચાલુ કર્યુ. ત્યારે વિમાનને દિલ્હી પરત લઈ જવાનો નિર્ણય કરાયો

લેન્ડ કરતી વખતે વિમાનનું ફક્ત એક જ એન્જિન કામ કરી રહ્યું હતુ.  વિમાનની તપાસ દરમિયાન બીજા નંબરનાં એન્જિન પણ પક્ષીના લોહીનાં ધબ્બા જોવા મળ્યા હતા. એન્જિનનાં પંખાની બે બ્લેડ પંખીનાં ટકરાવાથી ખરાબ થઈ ચુકી હતી