દ્વારકા,
યાત્રાધામ દેવભૂમિ દ્વારકાથી બેટ દ્વારકા જતી બોટ સર્વિસને બંધ રાખવામાં આવી છે. આ નિર્ણય ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકાથી બેટ દ્વારકા દર્શન કરવા જવા માટે દર્શનાર્થીઓની લાંબી લાઇનો લાગી છે.
પરંતુ દરિયામાં ભારે પવનના કારણે અને દર્શનાર્થીઓની સુરક્ષા માટે દરિયાઈ મુસાફરીને બંધ કરવામાં આવી છે. આ બાબતે મળતી વિગતો અનુસાર દરિયામાં ભારે પવન અને મોજાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને મેરિટાઇમ બોર્ડ દ્વારા પેસેન્જરો બોટ સર્વિસને બંધ કરવામાં આવી છે.
