Not Set/ સુરતના રામપુરા વિસ્તારમાં હથિયારના તિક્ષ્ણ ઘા મારીને યુવતીની કરાઇ હત્યા

સુરત, સુરતના વરાછા, પાંડેસરામાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ યુવાનોની જાહેરમાં ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાઓમાં સુરત પોલીસ આરોપીઓને પકડવા હવાતિયાં મારી રહી છે. ત્યારે હત્યાની વધુ એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. શહેરના રામપુરા વિસ્તારમાં લોખાત હોસ્પિટલ પાસે એક મહિલાની તેના જ ઘરમાં ઘુસીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. રહેમત ઉર્ફે […]

Top Stories Gujarat Surat

સુરત,

સુરતના વરાછા, પાંડેસરામાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ યુવાનોની જાહેરમાં ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાઓમાં સુરત પોલીસ આરોપીઓને પકડવા હવાતિયાં મારી રહી છે.

ત્યારે હત્યાની વધુ એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. શહેરના રામપુરા વિસ્તારમાં લોખાત હોસ્પિટલ પાસે એક મહિલાની તેના જ ઘરમાં ઘુસીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે.

રહેમત ઉર્ફે રેશમાં નામની 45 વર્ષીય મહિલા તેના ઘર એકલી હતી ત્યારે અચાનક કેટલાક હત્યારા ઘરમાં ઘુસી આવ્યા હતા. આ હત્યારાઓ રેશમાંની હત્યા કરવાના ઇરાદે જ આવ્યા હોય એમ તીક્ષ્ણ હથિયારો સાથે રેશમાં પર તૂટી પડ્યા હતા.

ઘાતક હથિયારોના ઉપરા છાપરી ઘા ઝીકીને મહિલાને મોટના ઘાટ ઉતારી દેવામાં આવી હતી. રેશ્માની હત્યા કર્યા બાદ હત્યારાઓ પલાયન થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સીસીટીવી ના ફૂટેજ મેળવી પોલિસ હત્યારાઓની ઓળખ કરવા તજવીજ હાથ ધરી હતી.