Not Set/ ભારત બાદ બીજી એક કોરિયન ફિલ્મની રીમેકમાં જોવા મળશે સલમાન ખાન!

મુંબઇ, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન આજકાલ તેમની અપકમિંગ ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં બિજી છે. આ ફિલ્મનું ડાયરેક્શન અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે. આ ફિલ્મ કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ની હિન્દી રિમેક છે. હવે સમાચાર મળી રહ્યા છે કે સલમાન ટૂંક સમયમાં જ અન્ય એક કોરિયન ફિલ્મની હિન્દી રીમેકમાં જોવા મળશે. અહેવાલોનું માનવામાં આવે તો […]

Uncategorized

મુંબઇ,

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન આજકાલ તેમની અપકમિંગ ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં બિજી છે. આ ફિલ્મનું ડાયરેક્શન અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે. આ ફિલ્મ કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ની હિન્દી રિમેક છે.

Image result for salman khan

હવે સમાચાર મળી રહ્યા છે કે સલમાન ટૂંક સમયમાં જ અન્ય એક કોરિયન ફિલ્મની હિન્દી રીમેકમાં જોવા મળશે. અહેવાલોનું માનવામાં આવે તો સલમાન ખાન કોરિયન ફિલ્મ ‘વેટેરન’ ની હિન્દી રીમેકમાં જોવા મળશે. આ એક ઍક્શન- કોમેડી ફિલ્મ હશે, જેમાં સલમાન ખાન જાસૂસ બનેલા જોવા મળશે.

Image result for salman khan

આ ફિલ્મની રાઈટ્સને અતુલ અગ્નિહોત્રીના પ્રોડક્શન હાઉસ ‘રિલ લાઇફ પ્રોડક્શન’ને ખરીદી લીધા છે. ફિલ્મમાં સલમાન ખાન જ હશે, આ પણ ફાઈનલ થઈ ચુક્યું છે. ફિલ્મના બાકીના સ્ટારકાસ્ટની હાલ કોઈ ચર્ચા નથી.

Related image

વર્ષ 2015 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વેટેરન’ ને કોરિયામાં કમાણીના બધા રેકોર્ડ્સ તોડ્યા હતા. ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. આ કોરિયન સિનેમાની ચોથી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી. ફિલ્મની સ્ટોરી એક ડિટેક્ટીવના આસપાસ ફરે છે અને તેની સામે એવી એવી  પરિસ્થિતિઓ આવે છે, જે કોમેડી હોય છે.

Related image

સલમાનની ફિલ્મ ‘ભારત’ ઇદ પર રિલીઝ થશે. ફિલ્મમાં સલમાન ખાન સિવાયના કેટરીના કૈફ, જેકી શ્રોફ, દિશા પાટની, તબ્બુ, નોરા ફતેહી, સુનીલ ગ્રોવર અને આસિફ શેખ જેવા કલાકારો જોવા મળશે. તાજેતરમાં આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.