મહેસાણા
મહેસાણાના મોટેરા રોડ પર આવેલી આસ્વાદ ખમણીમાં બે કારીગરો વચ્ચે બબાલ થતા એક કારીગરનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. આસ્વાદ ખમણીમાં બે કારીગરો વચ્ચે કોઇ બાબતને લઇ બબાલ થઇ હતી.
બોલચાલીએ ઉગ્ર સ્વરુપ લેતા મામલો મારામારીમાં પરિણમ્યો હતો અને એક કારીગરે અન્ય કારીગરના માથામાં ગેસનો બોટલ માર્યો હતો. જેના કારણે ઇજાગ્રસ્ત કારીગરનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ.
ઉલ્લેખનીય છે કે દુકાન માલિક મિતલભાઇના જણાવ્યા અનુસાર કારીગરો વચ્ચે બબાલ થતા આરોપી કારીગર ત્યાંથી નાસી ગયો હતો અને પોલીસને ઘટનાની જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
