રાજકોટ,
રાજકોટના જેતપુરમાં અમરાપર ગામના સ્ટોન ક્રસરના માલિક મારખી ભાઈ પર ફાયરિંગ અને તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મારખીભાઈ તલવારથી થતા હુમલામાં ઘાયલ થયા હતા અને હુમલા ખોરો હુમલો કરીને ફરાર થયા હતા.
જો કે આ તમામ ઘટના સીસીટીવીમા કેદ થઇ હતી. પોલીસે આરોપીઓને ઝડપવા કવાયત હાથ ધરી હતી અને લગભગ 5 જેટલા આરોપીઓ ઝડપી પાડ્યા હતા.
આ બાબતે જેતપુર DyS.P જે.એમ.ભરવાડે જણાવ્યુ હતુ કે, આ હુમલો અંગત અદાવતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. સીસીટીવીને આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ અમરેલીના હોવાનુ અને સિઝિંગ બાબતે ઝઘડો થઈ ચૂક્યો હતો.
