ગાંધીધામ,
ગાંધીધામ તાલુકાના મીઠી રોહર પાસે આવેલા ખાનગી ઉદ્યોગો દ્વારા નિયમોનો ઉલાળીયો કરીને બેફામ રીતે પ્રદુષણ ફેલાવવામાં આવે છે આવા ઉધોગો સામે પૂર્વ ક્ચ્છ પ્રદુષણ બોર્ડના અધિકારીઓ કાર્યવાહી ન કરતા હોઇ તેમની સામે સવાલો ઉભા થયા છે
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ , મીઠીરોહર સીમમાં આવેલી રૂચિ સોયા લિમિટેડ અને ભારત ફૂડ નામની કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કંપનીનો વેસ્ટ કચરો જાહેરમાં ઠાલવવામાં આવે છે અને કંપનીની ચીમનીમાંથી વ્યાપક ધૂમડાઓ નીકળે છે જેને કારણે વાતાવરણ પ્રદુષિત બની રહ્યું છે ગામની સરકારી પડતર જમીન અને તળાવ પાસે બંને કંપની દ્વારા વેસ્ટ કચરો , કોલસાનો ભૂકો જેવો ખરાબા નો માલ અહીં ઠલવાય છે.
કંપનીઓ દ્વારા સ્થાનિક નેતા – અધિકારીઓ સાથે વહીવટ કરવામાં આવતો હોય તેની સામે કાર્યવાહી ન થતી હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે.પૂર્વ કચ્છમાં ઉધોગોના નિયંત્રણ માટે જીપીસીબી કાર્યરત હોવા છતાં ઉધોગો પ્રદુષણ ફેલાવી રહ્યા છે પ્રદુષણ બોર્ડના અધિકારીઓને હપ્તા ચુકવાતા હોઈ તેમની રહેમ નજર હેઠળ ઉધોગો બેકાબુ બન્યા હોય તેવો સુર ઉઠવા પામ્યો છ
