Not Set/ Benelliની 500 સીસીની બે દમદાર બાઈક ભારતમાં થઇ લોન્ચ,જાણો શું છે કિંમત

  અમદાવાદ ઇટાલીની જાણીતી ઓટોમોબાઇલ Benelli(બીનેલી)એ પોતાના પ્રથમ એડવેન્ચર ટૂર બાઇક TRK 502 અને 502X ભારતમાં લોન્ચ કર્યાં છે. કંપની પોતાની આ બાઇકને સીકેડી રૂટ દ્વારા ભારતમાં વેચશે. ભારતીય બજારમાં Benelli TRK 502ની શો રૂમની કિંમત 5 લાખ રૂપિયા છે. તો ઓફ રોડ 502 x ની કિંમત 5.4 લાખ રૂપિયા છે. Benelliએ ભારતીય ટૂ-વ્હિલર માર્કેટમાં […]

India Tech & Auto

 

અમદાવાદ

ઇટાલીની જાણીતી ઓટોમોબાઇલ Benelli(બીનેલી)એ પોતાના પ્રથમ એડવેન્ચર ટૂર બાઇક TRK 502 અને 502X ભારતમાં લોન્ચ કર્યાં છે. કંપની પોતાની આ બાઇકને સીકેડી રૂટ દ્વારા ભારતમાં વેચશે. ભારતીય બજારમાં Benelli TRK 502ની શો રૂમની કિંમત 5 લાખ રૂપિયા છે. તો ઓફ રોડ 502 x ની કિંમત 5.4 લાખ રૂપિયા છે.

Benelliએ ભારતીય ટૂ-વ્હિલર માર્કેટમાં પોતાનો ફેલાવો કરવા માટે હૈદરાબાદના ગ્રુપ સાથે ભાગીદારી કરી છે. બેનેલીએ ગત વર્ષે TNT 300, 302R અને TNT 600i ને લોન્ચ કર્યા બાદ, આ વર્ષની પ્રથમ એડવેન્ચર ટૂર બાઇક TRK 502 અને 502X લોન્ચ કરી છે.  આ બાઇકની સ્પર્ધા ભારતીય બજારમાં  Kawasaki Versys 650, Suzuki V-Strom 650XT અને SWM SuperDual T સાથે છે.

શું છે આ બાઇકની ખાસિયત

બેનેલી TRK 502 ભારતમાં લોન્ચ | Benelli TRK 502 India launch

Benelli TRK 502 અને 502X માં પાવર માટે 499.6 સીસી ફ્યૂઅલ ઇન્જેક્ટેડ પેરેલલ ટ્વિન મોટર છે.

એન્જિન 8500 આરપીએમ પ્રતિ 47.6પીએસના મેક્સિમ પાવર અને 4500 આરપીએમ પર 45એનએમનું પીક ટોર્ક જનરેટ કરે છે.

TRK 502માં બંને બાજુ 17 ઇંચના એલ્યુમિનિયમ અલોય વ્હિલ આપેલા છે. તો ઓફ રોડ ઓરિયેન્ટેડ 502Xની વાત કરીએ તો  તેમાં આગળ 19 ઇંચ તથા રિયરમાં 17 ઇંચનું રિયર સ્પોક વ્હિલ આપેલું છે.  આ વ્હિલ દ્વારા 502Xને ઘણા ટ્રેક માટે ઉપયોગ કરી શકાય છે. બંને બાઇકનું વજન  235 કિલોગ્રામ છે.

બેનેલી TRK 502 ભારતમાં લોન્ચ | Benelli TRK 502 India launch

આ મોટર સાઇકલમાં સ્લિપર કલ્ચ અને રાઇડિંગ એડ નથી. જે કેટલાક બાઇક લવર્સને નિરાશ કરી શકે છે. કંપનીનો દાવો છે કે  આ બાઇક 25.6 કિલોમીટર પ્રતિ લીટરનું માઇલેજ આપશે. બાઇકમાં  29 લીટરની ટેંક આપવામાં આવી છે જે એક વાર ફુલ કરાવી લીધા બાદ 450 કિલોમીટર સુધી ચાલે છે.