મુંબઇ,
પ્રિયંકા ચોપરા અને નિક જોનસના ફોટા અવારનવાર વાયરલ થતા હોય છે. બંને સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પરના તેમના પ્રેમને વ્યક્ત કરવા વિશે શરમાતા નથી. આ કપલનો ફોટો હવે ઇન્ટરનેટ પર ઘમાલ મચાવી રહો છે.
![]()
પ્રિયંકા અને નિકનો પાર્કિંગ લોટમાં કિસ કરતો ફોટો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ તસ્વીરમાં કપલ એકબીજામાં ખોવાઈ ગયા હોય તેમ જોવા મળી રહ્યા છે. કેટલાક ફોટોગ્રાફ્સમાં, બંનેએ એકબીજાના હાથમાં હાથ પકડેલો છે તેમ જોવા મળી રહ્યા છે.

પ્રિયંકા અને નિકે ડિસેમ્બર 2018 માં લગ્ન કર્યા હતા. બંનેના ભવ્ય લગ્ન જોધપુરના ઉમ્મેદ ભવનમાં રાખવામાં આવ્યા હતા. તેમના લગ્નના ફોટાઓ હજુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આપને જાણવી દઈએ કે તાજેતરમાં પ્રિયંકાની પ્રેગ્નેશીના સમાચારની ચર્ચા થઈ હતી. જણાવીએ કે પ્રિયંકા ન્યૂયોર્ક ફેશન વીકમાં Michael Kors ના આઉટફીટમાં પહોંચી. અહીં કથીત રીતે અભિનેત્રીનું બેબી બમ્પ સ્પોટ કરવામાં આવ્યું.

પ્રિયંકાની માતાએ તે ફોટોગ્રાફ્સના સત્યને પણ જણાવ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં મધૂ ચોપરાએ સ્પષ્ટતા કરી હતી કે પ્રિયંકાની પ્રેગ્નેશીના સમાચારમાં કોઈ સત્ય નથી. તેમણે કૅમેરાના એન્ગલને દોષ આપ્યો. તેમણે કહ્યું કે કેમેરાના એન્ગલ ઠીક નહોતા.

