Not Set/ ઓસ્કાર વિજેતા આ મેકઅપ આર્ટીસ્ટને ઋષિ કપૂર તથા નીતુ સિંહે પાઠવ્યા અભિનંદન, જાણો કેમ

મુંબઇ, તાજેતરમાં જ ઓસ્કાર એકેડમી એવોર્ડની જાહેરાત અને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું છે જેમાં ધણાબધા આર્ટિસ્ટ, ક્રૂ અને કાસ્ટ ઓસ્કાર જેવો પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને સન્માનિત થયા હતા. આ બધામાં એક મેકઅપ આર્ટિસ્ટ પણ છે જેઓ એ પોતાના ક્ષેત્રમાં ચોથો ઓસ્કાર પ્રાપ્ત કર્યો છે. મેકઅપ આર્ટિસ્ટનું નામ છે ગ્રેગ કન્નોમ, જેમણે એકાણુમા એકેડમી અવોર્ડમાં  કારર્કિર્દીનો ચોથો […]

Uncategorized

મુંબઇ,

તાજેતરમાં જ ઓસ્કાર એકેડમી એવોર્ડની જાહેરાત અને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું છે જેમાં ધણાબધા આર્ટિસ્ટ, ક્રૂ અને કાસ્ટ ઓસ્કાર જેવો પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને સન્માનિત થયા હતા. આ બધામાં એક મેકઅપ આર્ટિસ્ટ પણ છે જેઓ એ પોતાના ક્ષેત્રમાં ચોથો ઓસ્કાર પ્રાપ્ત કર્યો છે. મેકઅપ આર્ટિસ્ટનું નામ છે ગ્રેગ કન્નોમ, જેમણે એકાણુમા એકેડમી અવોર્ડમાં  કારર્કિર્દીનો ચોથો ઓસ્કાર પ્રાપ્ત કર્યો હતો. આ એવોર્ડ તેમને હોલિવૂડ સ્ટાર ક્રિશ્ચિયન બાલેને ટ્રાન્સફરમેશન માટે મળ્યો હતો.

GregCannom1

જોકે ઋષિ કપૂર અને નીતુ સિંહ સાથે આ મેકઅપ આર્ટિસ્ટનું કનેક્શન હોવાથી આ દંપતીએ ગ્રેગને શુભેચ્છાઓ પાઠવી હતી. કારણ કે ફિલ્મ કપૂર એન્ડ સન્સમાં ઋષિ કપૂરનો મેકઅપ આ જ મેકઅપ આર્ટિસ્ટે કર્યો હતો. ઋશિ કપૂરે ગ્રેગ સાથેનો ફોટો શેર કરીન લખ્યું હતું કે “Congratulations Greg Cannom for your fourth Oscar for the film ‘Vice’. You did ‘Kapoor & Sons’ with me. Bravo.”

ઋશિ કપૂરનો એ મેકઅપ કરવા માટે પાંચ કલાકનો સમય જતો હતો.તો નીતુ સિંહે લખ્યું હતું કે “Congratulations Greg Cannom for your fourth Oscar.”

https://www.instagram.com/p/BuSaaJLA5k6/?utm_source=ig_embed

કેન્નોમ માટે આ દસમું નોમિનેશન અને ચોથી જીત હતી. વર્ષ 2005માં ગ્રેગને ટેકનિકલ સફળતા માટે એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તે સમયે ગ્રેગ સિલિકોન મટિરિયલને મેકઅપમાં ઉપયોગ કરવા માટે સ્પેશિયલ સિલિકોન મોડિફાઇડ કર્યું હતું.