Not Set/ બીજી T-20ના કરો યા મરો જંગ પહેલાં કોહલીએ પૂછ્યું- How’s the Josh?

26 ફેબ્રુઆરીની સવાર દરેક ભારતીયના મુખ પર ખુશી લાવી. જેવી જ દેશમાં પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર ભારતીય વાયુસેનાની Air Strike વિશે માહિતી મળતા દેશના દરેક ખૂણામાં ખુશીનો માહોલ બની ગયો. જ્યાં એકતરફ વાઘા બોર્ડર પર લોકોએ નાચી-ગાઈને પોતાની ખુશી જાહેર કરી હતી, ત્યાં બીજી તરફ બોલીવુડ અને રમતજગતે પણ ટ્વીટર પર ભારતીય વાયુસેના ને શુભકામનાઓ […]

Uncategorized

26 ફેબ્રુઆરીની સવાર દરેક ભારતીયના મુખ પર ખુશી લાવી. જેવી જ દેશમાં પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર ભારતીય વાયુસેનાની Air Strike વિશે માહિતી મળતા દેશના દરેક ખૂણામાં ખુશીનો માહોલ બની ગયો. જ્યાં એકતરફ વાઘા બોર્ડર પર લોકોએ નાચી-ગાઈને પોતાની ખુશી જાહેર કરી હતી, ત્યાં બીજી તરફ બોલીવુડ અને રમતજગતે પણ ટ્વીટર પર ભારતીય વાયુસેના ને શુભકામનાઓ આપી. ભારતીય વાયુસેનાની આ કાર્યવાહી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થનાર બીજી T-20 એક દિવસ પહેલાં કરવામાં આવી. મેચ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ફેસબુક પર રોમાંચક અંદાજમાં લખ્યું કે ‘How’s the Josh?’

વાયુસેનાની Air Strike બાદ વિરાટ કોહલીએ ફેસબુક પોસ્ટથી આખા દેશની ભાવનાઓને નિવેદન આપ્યું છે. તાજેતરમાં આવેલ સુપરહિટ બોલીવુડ મુવી ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈક’ નો ફેમસ ડાયલોગ ‘How’s the Josh?’ દરેકના મો પર છે. આપણા પ્રધાનમંત્રી મોદી સહિત તેમના મંત્રીઓએ પણ સમય-સમય પર આ ડાયલોગનો ઉપયોગ કર્યો છે.

કોહલીની આ પોસ્ટ થી બધાને ખબર પડી ગઈ છે કે વિરાટે આ પોસ્ટ ક્યાં સંદર્ભે નાખી છે. વિરાટે આ પહેલા પુલવામાં હુમલા બાદ પણ ટ્વીટ કરીને પોતાની નિરાશા જાહેર કરી હતી અને શહીદો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 આજે એટલે કે બુધવારે ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં રમાવાની છે. પહેલી T-20માં ભારતને 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે ટીમ ઇન્ડિયા સામે સીરીઝ બચાવા માટે કરો યા મરો જંગ છે. જો ઓસ્ટ્રેલિયા બીજી T-20 પણ જીતી જશે તો આ તેમની 11 વર્ષ બાદ ભારતીય ભૂમિ પર પહેલી T-20 સીરીઝ જીતશે.