Not Set/ રાજકોટમાં તાંત્રિકવિધિ કરતા લોકો સામે નોંધાવી ફરિયાદ

રાજકોટ, રાજકોટ શહેરના ભારત જન વિજ્ઞાન જાથાને મળેલ ફરિયાદને આધારે ગાંધીગ્રામ પોલીસને સાથે રાખી જામનગર રોડ પર આવેલ દ્વારા પરા પીપળીયા ગામના એકતા સોસાયટીમાં રહેતા અને છેલ્લા 8 વર્ષથી મામા દેવનું સ્થાન બનાવી લોકોને જોવાનું કામ કરતા તેમજ લોકોને ભભૂતિ આપી સાજા કરવાનો દાવો કરતા વ્યક્તિની દારા ધોગા સહિતની તાંત્રિક વસ્તુઓ સાથે પોલીસે અટકાયત કરી […]

Top Stories Gujarat Rajkot

રાજકોટ,

રાજકોટ શહેરના ભારત જન વિજ્ઞાન જાથાને મળેલ ફરિયાદને આધારે ગાંધીગ્રામ પોલીસને સાથે રાખી જામનગર રોડ પર આવેલ દ્વારા પરા પીપળીયા ગામના એકતા સોસાયટીમાં રહેતા અને છેલ્લા 8 વર્ષથી મામા દેવનું સ્થાન બનાવી લોકોને જોવાનું કામ કરતા તેમજ લોકોને ભભૂતિ આપી સાજા કરવાનો દાવો કરતા વ્યક્તિની દારા ધોગા સહિતની તાંત્રિક વસ્તુઓ સાથે પોલીસે અટકાયત કરી હતી.

મામાદેવનું સ્થાન બનાવી તાંત્રિક વિધિ કરતા શખ્સની પોલીસે અટકાયત કરી તેમની પાસેથી તાંત્રિક વિધિની વસ્તુઓ કબ્જે કરી હતી.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમની પાસેથી લેખિતમાં લખાવ્યું હતું કે હવે તેઓ ક્યારેય પણ તાંત્રિક વિધિ કરશે નહીં અને લોકોને ભભૂતિ આપી દોરા ધાગા કરશે નહીં.

ભારત જન વિજ્ઞાન જાથાએ ફરિયાદને આધારે પોલીસને સાથે રાખી તાંત્રિક વિધિ કરતા શખ્સ ની અટકાયત કરી તાંત્રિક વિધિનો સામાન કબ્જે કર્યો હતો અને લોકોને તાંત્રિક વિધિથી આકર્ષાયને તેમાં પડવું નહીં અને તેનાથી દૂર રહેવા અપીલ કરી હતી.