2023 World Cup/ ન્યુઝીલેન્ડે એકતરફી મેચમાં નેધરલેન્ડને 99 રનથી હરાવ્યું

નેધરલેન્ડને જીતવા માટે 323 રનનો ટાર્ગેટ હતો, પરંતુ નેધરલેન્ડની ટીમ 46.3 ઓવરમાં 223 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી

Top Stories Sports

ODI વર્લ્ડ કપની છઠ્ઠી મેચમાં ન્યુઝીલેન્ડે નેધરલેન્ડને 99 રનથી હરાવ્યું હતું. હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં સાત વિકેટે 322 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 46.3 ઓવરમાં 223 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની આ બીજી જીત છે. તેણે પોતાની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.

ન્યૂઝીલેન્ડે નેધરલેન્ડને 99 રને હરાવીને વર્લ્ડ કપમાં મોટી જીત હાંસલ કરી છે. તેણે પોતાની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ રીતે, આ ટૂર્નામેન્ટમાં કિવી ટીમનો આ સતત બીજો વિજય છે. પોઈન્ટ ટેબલમાં તેના હવે બે મેચમાં ચાર પોઈન્ટ છે અને તે પ્રથમ સ્થાને યથાવત છે. બીજી તરફ નેધરલેન્ડની આ સતત બીજી હાર છે. પાકિસ્તાને તેમને હૈદરાબાદમા  હરાવ્યું હતું.

હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં સાત વિકેટે 322 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 46.3 ઓવરમાં 223 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની આ બીજી જીત છે. તેણે પોતાની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું