Not Set/ અમદાવાદમાં હાઇએલર્ટ વચ્ચે પોલીસનો પ્લાન,પોલીસ સ્ટેશનોમાં હથિયારધારી ગાર્ડ તૈનાત

અમદાવાદ, ભારત દેશના સરહદી વિસ્તારોમાં વધેલી તંગદિલી બાદ સમગ્ર ગુજરાતની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. સરહદ પર વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચારે બાજુ ફરતે નાકાબંધી કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ શહેરમાં આવેલી હોટલો તથા […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

ભારત દેશના સરહદી વિસ્તારોમાં વધેલી તંગદિલી બાદ સમગ્ર ગુજરાતની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

સરહદ પર વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચારે બાજુ ફરતે નાકાબંધી કરવામાં આવી છે.

સાથે જ અમદાવાદ શહેરમાં આવેલી હોટલો તથા સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત બહારના જિલ્લા અને રાજ્યમાંથી આવતા વાહનો નું પણ ચેકીંગ કરવાની કાર્યવાહી હાથધરવામાં આવી છે.

પોલીસ સ્ટેશનમાં તહેનાત આ ગાર્જ હથિયાર અને બૂલેટપ્રુફ જેકેટ-હેલ્મેટ સાથે તહેનાત રહેશે. આ સિવાય તમામ પોઇન્ટ પર PSI સાથેની ટીમ સ્ટેન્ડ ટુ રહેશે.

તો SP, DSP દ્વારા સતત પોઇન્ટ ચેક કરાશે. તથા દરેશ શંકાસ્પદ વાહનો ચેક કરવાની સૂચના અપાઇ છે. આ પ્લાન પ્રમાણે દરેક પોલીસ સ્ટેશનમાં હથિયાર અને હેલ્મેટ પહોંચાડી દેવામાં આવ્યા છે.