સુરત,
પાકિસ્તાન પર કરાયેલ હવાઈ હુમલા બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. સુરત પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. સુરત પોલીસ કમિશનર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
શહેરની સુરક્ષામાં વધારો થાય અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને તેને લઈ શહેરીજનો માટે પોલીસ કમિશનરનું સૂચન કરાયુ. ઓછામાં ઓછા એક મહિના માટે ઘરની જરૂરિયાત અનાજ – કરીયાનાનો સ્ટોક સંગ્રહ કરી રાખવા પણ સૂચન અપાયુ.

ઘરોમાં તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય તેવી આવશ્યક દવાઓનો સંગ્રહ રાખવાની સૂચના અપાઇ. કોઈ પણ શંકાસ્પદ વસ્તુ અથવા શંકાશીલ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમ ને જાણ કરવા અપીલ કરવામાં આવી. કોઈ પણ બિનવારસી વાહનો પડેલ જણાય તો પોલીસને જાણ કરવા માટે શહેરીજનોને અપીલ કરાઇ.
