Not Set/ video:જયારે ઇમરાન ખાન બોલતા જોવા મળ્યા- હા, અમે કર્યો પુલવામા હુમલો!

ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો વીડીયો તો તેમને યાદ જ હશે જેને પાકિસ્તાનને ઘણીવાર એડિટ કર્યો. આ વીડીયોમાં પાકિસ્તાની સેનાએ બળજબરીપૂર્વક તેમનાથી ભારતીય મીડિયાની બુરાઈ કરવી. હવે પાકિસ્તાનને ભારતના ટ્વિટરના યુઝરે જવાબ આપ્યો છે. કેટલાક ટ્વિટર યુઝરોએ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનનો વીડીયો એડિટ કર્યો છે, જેમાં તેમને કબૂલ કરી રહ્યા છે કે પુલવામા આતંકી હુમલા […]

India

ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો વીડીયો તો તેમને યાદ જ હશે જેને પાકિસ્તાનને ઘણીવાર એડિટ કર્યો. આ વીડીયોમાં પાકિસ્તાની સેનાએ બળજબરીપૂર્વક તેમનાથી ભારતીય મીડિયાની બુરાઈ કરવી. હવે પાકિસ્તાનને ભારતના ટ્વિટરના યુઝરે જવાબ આપ્યો છે. કેટલાક ટ્વિટર યુઝરોએ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનનો વીડીયો એડિટ કર્યો છે, જેમાં તેમને કબૂલ કરી રહ્યા છે કે પુલવામા આતંકી હુમલા પાકિસ્તાનને જ કર્યો છે.

જો કે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ વીડીયો એડિટ છે. પરંતુ પાકિસ્તાન સેનાએ જે રીતની હરકત અભીનંદનના વીડીયોના સાથે કરી, તેનો આ રીતનો જવાબ સોશિઅલ મીડિયાવાળાને ઘણો પસંદ આવી રહ્યો છે.

એડિટ કરવામાં આવેલ વીડીયોમાં ઇમરાન ખાન કહી રહ્યા છે કે, “…આટલામાં પુલવામા થઇ ગયું, જે પાકિસ્તાને કરાવ્યું. મે ભારતને કહ્યું કે જો તમે અમને સબૂત આપશો તે અમે તેને નહીં લઈએ….અમે પાકિસ્તાનના અંદર આતંકવાદીઓને તેની જમીન ઉપયોગ કરવા માટે આપશે. જે પણ આપણા મુદ્દાઓ હશે તે આતંકવાદી દ્રારા હલ કરીશું…”

ટ્વિટર એકાઉન્ટ યુઝર @ erbmjha એ આ વીડીયોને 2 માર્ચે ટ્વીટ કર્યો. જેને ત્રણ લાખ કરતા વધુ વખત જોવામાં આવ્યો છે. હજારો વખત આ વીડીયો રીટ્વીટ પણ કરવામાં આવ્યો છે. ઘણા યુઝરે આ વીડીયોનો આનંદ માણ્યો છે.

https://twitter.com/nilopher27/status/1101935755549728768

આપને જાણવી દઈએ કે પાકિસ્તાનની સેનાએ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના કેટલાક વીડીયોઝ જારી કર્યા. જેમાં તેમણે પાકિસ્તાની સૈન્યની પ્રશંસા કરી અને કહ્યું હતું કે ભારતનું મીડિયા દરેક વખતે મીચમાંસાલો નાખીને રજુ કરે છે. આ દોઢ મિનીટના વીડીયોમાં આશરે 20 કટ્સ હતાં.

એટલે જ પાકિસ્તાનના આ વીડીયોને ભારતના લોકોએ કડક જવાબ આપ્યો હતો. ભારત સરકાર તરફથી પણ પાકિસ્તાની આ હરકતની ટીકા કરવામાં આવી હતી.