Not Set/ મુંબઈ વિશ્વનું 16 મુ સૌથી મોંઘું રહેણાંક શહેર છે, 100 ચોરસ મીટર જમીનની કિંમત રૂપિયા 7 કરોડ

મુંબઇ, દેશની આર્થિક રાજધાની મુંબઈ, વિશ્વના સૌથી મોંઘા મુખ્ય રહેણાંક શહેરોમાં 16 માં પર છે. એક રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. ‘ધ વેલ્થ રિપોર્ટ 2019’ માં વિશ્વના 20 સૌથી મોંઘા મુખ્ય રહેણાંક શહેરોમાં મુંબઈ એકમાત્ર ભારતીય શહેર છે. અહેવાલ અનુસાર, મુંબઈમાં, 10 લાખ ડોલર (7 કરોડ રૂપિયા)માં લગભગ 100 ચોરસ મીટર જમીન ખરીદી શકે […]

Business

મુંબઇ,

દેશની આર્થિક રાજધાની મુંબઈ, વિશ્વના સૌથી મોંઘા મુખ્ય રહેણાંક શહેરોમાં 16 માં પર છે. એક રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. ‘ધ વેલ્થ રિપોર્ટ 2019’ માં વિશ્વના 20 સૌથી મોંઘા મુખ્ય રહેણાંક શહેરોમાં મુંબઈ એકમાત્ર ભારતીય શહેર છે.

અહેવાલ અનુસાર, મુંબઈમાં, 10 લાખ ડોલર (7 કરોડ રૂપિયા)માં લગભગ 100 ચોરસ મીટર જમીન ખરીદી શકે છે. અહીં જમીનની કિંમત ચોરસ ફૂટ દીઠ 930 ડૉલર છે.

મુંબઈની તુલનામાં દિલ્હીમાં અડધા ભાવ

અહેવાલ અનુસાર, દિલ્હીમાં 10 લાખ ડોલરમાં 201 ચોરસ મીટર જમીન ખરીદી શકાય છે. તો, બેંગલુરુમા આ રકમમાં 334 ચો.મી. જમીન લઈ શકાય છે.

રહેણાંક સંપત્તિના ભાવો વધારવામાં મુંબઈનો 67 મો નંબર

વર્ષ 2018 માં, વૈશ્વિક ધોરણે રહેણાંક સંપત્તિના ભાવમાં વધારવાના મામલમાં મુંબઈ 0.3%  વધારા સાથે 67 માં નંબર પર રહી. ભાવમાં વધારવાના મામલામાં 1.4% વધારા સાથે દિલ્હી 55 માં નંબરે અને વધારાના સાથે બેંગલુરુ 56 માં નંબર પે રહ્યું.