Not Set/ કોંગ્રેસ હલકટ છે કે પુરાવા માનવા તૈયાર નથી: ગણપત વસાવા

સુરત, થોડાક દિવસ પહેલા જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો જેમા સેનાના 44 જેટલા જવાનો શહીદ થઇ ગયા હતા. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ઉદ્ભવી હતી. ત્યાર બાદ આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.  હુમલાના તેર દિવસ બાદ ભારત દ્વારા પાકિસ્તાન અધિકૃત POKમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમા […]

Top Stories Gujarat Surat

સુરત,

થોડાક દિવસ પહેલા જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો જેમા સેનાના 44 જેટલા જવાનો શહીદ થઇ ગયા હતા. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ઉદ્ભવી હતી.

ત્યાર બાદ આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.  હુમલાના તેર દિવસ બાદ ભારત દ્વારા પાકિસ્તાન અધિકૃત POKમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમા કહેવામાં આવે છે કે, જૈશના લગભગ 300 જેટલા આતંકીઓને ભારતીય વાયુસેના દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.

આ મામલે અનેકવાર રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસે અનેકવાર સવાલો ઉભા કર્યા છે ત્યારે આ મામલે ગણપત કોંગેસને આડેહાથ લીધી હતી. સુરતમાં એર સ્ટ્રાઇક મામલે ગણપત વસાવાએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો  કર્યા હતા. તેમને  જણાવ્યું કે કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલી પુરાવા માંગે છે. આ સિવાય તે પણ જણાવ્યું આ કોંગ્રેસ એટલી હલકટ છે કે જવાન પુરાવા આપે તો માનવા ત્યાર નથી.

તો ગણપત વસાવાએ એમ પણ કહ્યું હતું કે, અમારા એક નેતાએ બરબાર કહ્યું હતું કે, હવે જ્યારે પણ ભારત આવો હુમલો કરે ત્યારે કોંગેસના કોઈ એક નેતાને વિમાન સાથે બાંધીને મોકલવાનો અને તેનું શૂટીંગ કરે જો પાછો આવ્યો તો ઠીક નહી તો ગયો એ કામ થી તો એમને ખબર પડે.

તો બીજીબાજુ અમિત શાહે પણ તેમણે રેલી દરમિયાન કહ્યું કે, રાહુલ બાબા કહે છે કે એર સ્ટ્રાઇકના પુરાવા આપો. હું જણાવવા માંગું છું કે બનાવટ કરવી ભાજપના સંસ્કાર નથી પરંતુ કોંગ્રેસના સંસ્કાર છે.

જ્યારે વાયુસેના કહે છે કે અમે એર સ્ટ્રાઇક કરી છે, ત્યારબાદ પણ એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવવા પર રાહુલ બાબાને શરમ આવવી જોઈએ.

પીએમ  મોદીની પ્રશંસા કરતાં અમિત શાહે કહ્યું કે મોદીએ દુનિયાને દર્શાવી દીધું છે કે ભારતની સરહદો સાથે ચેડાં કરવાનું પરિણામ શું આવે છે. એક વાર સર્જિકલ સ્ટ્રાઇક અને એક વાર એર સ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખાતમો કર્યો છે.