મુંબઇ,
બાહુબલી ફિલ્મે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તો તોડ્યા જ હતા પરંતુ દર્શકોના દિલ પર આ ફિલ્મ રાજ કરે છે. ખાસ કરીને બાળકોમાં આ ફિલ્મ અતિશય લોકપ્રિય છે. બાહુબલીના આ ફેન્સમાં શિલ્પા શેટ્ટીનો દીકરો પણ સામેલ છે. શિલ્પા જે વીડિયો શેર કર્યો છે તે જોઇને તો એવુ જ લાગી રહ્યું છે.
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ પોત પોતાના ઇન્સ્ટાગ્રામ પર દીકરા વિવાનનો વીડિયો શેર કર્યો છે. જેમાંદેખાય છે તેમના ઘરના ટીવીમાં બાહુબલીનું ગીત ચાલી રહ્યું છે અને તેમાં પ્રભાસને શિવલિંગ ઉંચકતો જોઇને વિવાન પોતાના ખભે તેની નાની ખુરશી ઉંચકે છે. અને પછી બાહુબલીની જેમ ચાલવાનો પ્રયત્ન કરે છે.
શર્ટ વિના ખાલી જિન્સનો બરમૂડો પહેરેલો વિવાન ઘણો ક્યૂટ લાગે છે. અને શિલ્પા તથા રાજે વીડિયો શેર કરીને એક સવાલ કરીને કહ્યું કે એક્ટિંગનો કીડો આનામાં ક્યાંથી આવ્યો. શિલ્પા એ તો લખ્યુ છે કે વિવાને આ ફિલ્મ પણ નથી જોઈ.
https://www.instagram.com/p/BuyCHb_ggoz/?utm_source=ig_embed
