Not Set/ નવાઝૂદ્દીન મોની રોય સાથે આ ફિલ્મમાં જમાવશે જોડી

મુંબઇ, લાગે છે કે મોની રોયને બોલિવૂડ ઘણું ફળ્યું છે. તેને એક પછી એક સારી ફિલ્મસ મળી રહી છે. અક્ષય કુમાર બાદ હવે મોની નવાઝૂદ્દીન સાથે જોડી જમાવશે. મોની હવે નવાઝૂદ્દીન સિદ્દીકી સાથે બોલે ચૂડિયા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન શમાસ સિદ્દીકી કરી રહ્યા છે. ઉપરાંત મોની બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં પણ જોવા મળશે. સાથે સાથે મોની રોય પાસે […]

Uncategorized Entertainment

મુંબઇ,

લાગે છે કે મોની રોયને બોલિવૂડ ઘણું ફળ્યું છે. તેને એક પછી એક સારી ફિલ્મસ મળી રહી છે. અક્ષય કુમાર બાદ હવે મોની નવાઝૂદ્દીન સાથે જોડી જમાવશે. મોની હવે નવાઝૂદ્દીન સિદ્દીકી સાથે બોલે ચૂડિયા ફિલ્મમાં જોવા મળશે.

આ ફિલ્મનું નિર્દેશન શમાસ સિદ્દીકી કરી રહ્યા છે. ઉપરાંત મોની બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં પણ જોવા મળશે. સાથે સાથે મોની રોય પાસે જ્હોન અબ્રાહમ સાથેની રોમિયો, અકબર, વોલ્ટર તથા રાજુકમાર રાવની  ફિલ્મ મેડ ઇન ચાઇનામાં લીડ એકટ્રેસ તરીકે જોવા મળશે.

મોની રોયે પોતે જ આ બાબતની જાણકારી પોતાના ઇન્સ્ટાગ્રામ પર આપી હતી અને તેણે નવાઝૂદ્દીન સાથેનો ફોટો પણ શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે મોની રોયે ટેલિવૂડ પર નાગિન શો દ્વારા જમાવટ કરી હતી.

આ અંગે જણાવતા નિર્માતા રાજેશ ભાટિયાએ કહ્યું કે નવાઝૂદ્દીન સિદ્દીકી અને મોની રોયની કેમિસ્ટ્રી આ ફિલ્મમાં ખાસ રીતે જોવા મળશે.  સહ નિર્માતા કિરણ ભાટિયાએ કહ્યું કે જયારે અમે નવાઝૂદ્દીન અને મોની સાથે શૂટિંગ શરૂ કર્યું ત્યારે અમને બંનેની જોડી હિટ લાગી હતી.