અમદાવાદ,
ભાનુશાળી હત્યા કેસ મામલે વધુ એક ઘટસ્ફોટ સામે આવ્યો છે. મંતવ્ય ન્યૂઝ પર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અહેવાલ અનુસાર છબીલ પટેલ SIT સમક્ષ હાજર થયો. પોલીસે છબીલ પટેલની ધકપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, છબીલ પટેલ અન્ય દેશમાં ભાગી ગયો હતો. ભાજપના મોટા ગજાના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીનું ચાલતી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
હત્યાનું કાવતરું રચવાનો આરોપ પૂર્વ ધારાસભ્ય અને રાજકીય હરીફ છબીલ પટેલ પર લાગ્યો હતો. હત્યા બાદ તે ફરાર હતો. વિદેશથી જેવો અમદાવાદ એરપોર્ટ આવ્યો કે તરત જ તેને પોલીસે દબોચી લીધો હતો.
સવારે છબીલ પટેલ દુબઈથી ફ્લાઈટમાં આવ્યો હતો. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતાં જ ત્યાં હાજર પોલીસે તેની અટકાયત કરી હતી. રાણીપ સ્થિત રેલવે એસપી ઓફિસ ખાતે છબીલની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
છબીલ વિદેશ ભાગી ગયો હતો: ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડીને છબીલ પટેલ 2જી જાન્યુઆરીએ વિદેશ જતો રહ્યો હતો. બાદમાં 7મી જાન્યુઆરીએ પુણેના બે શાર્પશુટરોએ ભુજથી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતાં ભાનુશાળીની ગોળીઓ મારીને હત્યા કરી હતી.
વધુ વાંચો: જયંતી ભાનુશાળી મર્ડર કેસ: BJPના પૂર્વ MLA છબીલ પટેલની કરાઇ ધરપકડ
