સાવ પાવલો,
બ્રાઝિલના શહેર સાવ પાવલો પાસે એક નાનકડા નગરમાં બે બંદુકધારીઓએ શાળામાં ઘુસી આડેધડ ફાયરિંગ કરતા 10 લોકોના મોત થયા હતા અને પંદર જણા ઘાયલ થયા છે.મૃતકોમાં 5 વિદ્યાર્થીઓ છે.

સ્થાનિક પોલીસનાં જણાવ્યાં અનુસાર, બે યુવકો સ્કૂલમાં હથિયાર લઇને આવ્યાં હતા અને ફાયરિંગ કર્યું હતુ, તો ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે, જો કે ફાયરિંગ બાદ આરોપીઓએ જાતે જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે, પોલીસ હાલમાં આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે, ફાયરિંગ કરનાર શખ્સોની ઓળખ કરાઇ રહી છે અને તેમને સ્કૂલમાં હુમલો કેમ કર્યો તેની પણ તપાસ ચાલી રહી છે.

અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ આડેધડ ગોળીબારમાં એક શિક્ષક અને બે તરૃણો પણ ભોગ બન્યા હતા. એકંદરે 15 લોકો ઘાયલ થયા હતા. ટીવી તસ્વીરોમાં ચિંતિત પરિવારો શાળા બહાર ભેગા થયેલા જોવા મળ્યા હતા. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ અને સુરક્ષા દળો પણ પહોંચી ગયા હતા.

