અમદાવાદ,
જસ્ટિસ સોનિયા ગોકણીએ ભગા બારડ મામલેના કેસમાં ચુકાદો લખવાની શરૂ કર્યું. ભગા બારડ વિરુદ્ધ કુલ 7 કેસ જે પૈકી 5માં પુરાવવાના આભાવે નિર્દોષ જાહેર કરાયા. જ્યારે આ કેસમાં ગોરધન ભાઈ દેવળીયા અને ભગા બારડ વિરુધ કેસ ચલાવવામાં આવ્યો હતો અને ગોરધન દેવળીયાનું કેસની ટ્રાયલ દરમિયાન મોત થયું હતું.
મેજિસ્ટ્રેટ કોર્ટે આપેલા ચુકાદામાં જે પુરાવવા માન્ય રાખ્યા છે એ ગ્રાહ્ય રાખી શકાય એમ નથી તેવી રજૂઆતની સાથેની અરજી હાઇકોર્ટમાં કરાઈ હતી.
જેમાં એવું જણાવ્યું હતું કે તલાટી અને સર્કલ ઓફિસરની ક્રોસ એક્સઝામીનેશન કરવામાં આવ્યું નથી.જેમાં જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ સરકાર પક્ષ અને અરજદાર પક્ષની રજુઆતો અને પુરાવાને દયાને રાખીને 2.30 વાગે ચુકાદો જાહેર કર્યો હતો.
હાઈકોર્ટે હુકમ આપ્યો હતો કે સેશન્સ કોર્ટ ને ફરીથી કેસ ચલાવવો જોઈએ. સાથે જ રાજ્ય સરકારની રજૂઆતોને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી હતી.
ઉલ્લેખનીય છે કે ટ્રાયલ કોર્ટ દ્વારા ખનિજ ચોરી ની સજા ફટકારવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ આપેલ હુકમ ની સાથે જ હવે ભગા બારડની મુશ્કેલીઓ માં વધારો થઈ ગયો છે.
