ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં પણ કપ્તાન વિરાટ કોહલી ટોસ હારી ગયો છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી છે. બન્ને ટીમો 2-2 જીત સાથે બરાબરી પર છે. આજની મેચ જે ટીમ જીતશે તે કપ લઇ જશે. ભારતીય ટીમમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. કોહલી અને રોહિત ભારતના દાવની શરુઆત કરશે. જ્યારે રાહુલને ટીમની બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. કે.એલ.રાહુલ સતત ચાર મેચથી નિષ્ફળ જઇ રહ્યો હતો. ટીમમાં રાહુલના સ્થાને ફાસ્ટ બોલર ટી.નટરાજનને સ્થાન આપવામાં આવ્યું છે.
મહત્વનું છે કે ભારત છેલ્લી સતત 5 ટી20 સીરિઝ પર કબજો જમાવી ચૂક્યું છે. સાઉથ આફ્રિકા સીરીઝ ડ્રો રહી હતી અને તે પહેલા વેસ્ટઇન્ડિઝ સામે ભારતે સીરીઝ જીતી હતી. એટલે કે છેલ્લી 7 ટી20 સીરિઝમાં ભારતીય ટીમ એક પણ સીરિઝ હારી નથી. છેલ્લી વાર તે ઓસ્ટ્રેલિયા સામે ટી 20 સીરિઝ હારી હતી.
