કચ્છ,
જયંતી ભાનુશાલી હત્યાકાંડમાં ધીરે ધીરે એક પછી એક રહસ્ય ખુલી રહ્યા છે. ત્યારે ભાનુશાળી હત્યાકાંડના મૂળ સુધી પહોંચવા પોલીસ છબીલ પટેલને લઇને ભચાઉ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા.
ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય આરોપી કહેવામાં આવતો છબિલ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, અહીં કોર્ટે તેને 10 દિવસ પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. છબિલ 25 તારીખ સુધી પોલીસ રિમાન્ડમાં રહેશે તથા આ દરમિયાન હજુ પણ અનેક ખુલાસા થવાની શક્યતા છે.
મુખ્ય ષડયંત્રકાર છબીલ પટેલના પકડાયા બાદ હત્યાકાંડમાં મનીષા ગોસ્વામીનું નામ પણ આરોપી તરીકે સ્પષ્ટ થયું છે અને છબીલ પટેલે પોતે હત્યાકાંડના મુખ્ય આરોપી હોવાનું પણ સ્વીકાર્યું છે.
કોર્ટ પાસેથી રિમાન્ડ મેળવ્યા બાદ હત્યાનું ષડયંત્ર કેવી રીતે ગોઠવવામાં આવ્યું કેસમાં અન્ય કોણ-કોણ સામેલ છે અને હજુ કયા મોટા માથાના નામ પડદા પાછળ હશે તે જાણવા માટે પોલીસ રિમાન્ડની માંગ કરી હતી.
હત્યાકાંડની તપાસ કરતી પોલીસને વિશ્વાસ છે કે મુખ્ય આરોપી છબીલ પટેલની પૂછપરછ દરમિયાન જયંતી ભાનુશાળીના કોન્ટ્રાક્ટ કિલિંગ કૌભાંડમાં હજુ પણ મોટા રહસ્યો અને ચોંકાવનારા ચહેરા બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
ગુરુવારે સવારે દુબઇથી અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવતાની સાથે જ પોલીસે છબિલ પટેલની અટકાયત કરી લીધી હતી. ભાજપના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળીની સયાજી નગરી એક્સપ્રેસના એસી કોચમાં ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ભાજપના પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલ પર ભાજપના કચ્છના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે.
