દેહરાદૂન,
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનની જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ ડીલ જીએસટી અને કિશન સન્માન નિધિ યોજનાને લઈને વાર ર્ક્યો. જીએસટી દ્વારા બિઝનેસમેનોને થયેલા નુકસાનના સંદર્ભમાં, રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીની ભયંકર ભૂલ માટે હું તેમની તરફથી માફી માંગું છું. આ દરમિયાન ભાજપના નેતા અને પૂર્વ રાજ્યના મુખ્યમંત્રી બીસી ખંડુરીના પુત્ર મનીષ ખંડુરીએ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસને હાથ પકડ્યો.
જીએસટીથી વેપારીઓને થયેલા નુકસાનના સંદર્ભમાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ગબ્બર સિંહ ટેક્સને સાચા જીએસટીમાં ફેરવીશું, જેમાં એક સાધારણ ટેક્સ હશે. વેપારીઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જીએસટીથી તમને જે નુકસાન થયું અને જે કષ્ટ થયું છે. તેના માટે હું તમારથી નરેન્દ્ર મોદીની વતી માફી માંગું છું. તેઓએ એક ભયંકર ભૂલ કરી છે અને અમે આ ભૂલને સુધારીશું. ”
જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘ઉતરાખંડની પવિત્ર ભૂમિ પર આવીને મને ખુબ જ આનંદ થઇ રહ્યો છે. સેનામાં ઉતરાખંડની જે ભાગીદારી છે. સમગ્ર હિન્દુસ્તાન તેનું સ્વાગત કરે છે.પુલવામામાં સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. પુલવામા બ્લાસ્ટ પછી અમે તરત જ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પુરા દમ સાથે સરકાર અને દેશના સાથે ઉભી છે. પરંતુ તે સમયે પ્રધાનમંત્રી કોર્બેટ પાર્કમાં વીડીયો શૂટમાં લાગેલા હતા. હસતા હસતા સાડા ત્રણ કલાક તેઓ ત્યાં લાગેલા રહ્યા અને દિવસભર દેશભક્તિની વાત કરી છે.
જયારે રાહુલ ગાંધીએ કહ્યું- શરમ આવી જોઈએ…
પીએમ મોદીની કિસાન સમ્માન નિધિ યોજનાના એલન પર પણ રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી. રાહુલે નાણામંત્રીના રૂપમાં પીયુષ ગોયેલના બજેટ ભાષણ પર કહ્યું કે સંસદમાં પાંચ મિનીટ સુધી બીજેપીના બધા જ સાંસદોએ નરેન્દ્ર મોદીની સામે જોઇને તાળીઓ પાડી. રાહુલે કહ્યું કે, મેં ખડગે જી ને પૂછ્યું આ તાળીઓ કેમ પડી રહી છે. તેઓએ કહ્યું કે હિન્દુસ્તાનના ખેડૂતોને પ્રતિદિન સાડા ત્રણ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.
રાહુલે કહ્યું કે, “આ ઘોષણા સાંભળીને ભાજપના બધા જ સાંસદોએ પીએમ મોદી તરફ જોઇને 5 મિનિટ તાળીઓ પાડી. શરમ આવી જોઈએ તમે. એક ચોરને તમે 30 હજાર કરોડ આપો છો અને હિન્દુસ્તાનના ખેડૂતોને તમે દિવસના સાડા ત્રણ રૂપિયા આપો છો અને મૂર્ખ બનાવવા માટે તાળી પાડો છો.
માત્ર એટલું જ નહિ, રાહુલ ગાંધીએ નિરવ મોદી અને લલિત મોદીનું ઉદાહરણ આપતા કહ્યું બધા જ ચોરોના નામ મોદી જ કેમ હોય છે. તેમણે આરોપ લગાવ્યો કે હિન્દુસ્તાનની બેંકોના પૈસા મોદીઓને જ આપી દીધા.
અનિલ અંબાણીએ એવું શું કર્યું…
રાફેલના મુદ્દાને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે જે વ્યક્તિ કાગળનું પ્લેન બનાવી શકતો નથી,તેને વડાપ્રધાન મોદીએ વિશ્વનો સૌથી મોટો સંરક્ષણ સોદો આપી દીધો. 526 કરોડનું રાફેલ 1600 કરોડમાં નરેન્દ્ર મોદીએ લઇ લીધું. અનિલ અંબાણીએ પ્રથમ 10 કંપનીઓ બનાવી અને તેને આટલો મોટો કોન્ટ્રાક્ટ આપી દીધો.
રાહુલે કહ્યું કે જ્યારે સીબીઆઈના ચીફ તપાસ અંગેની વાત કરે છે, ત્યારે રાત્રે દોઢ વાગ્યે મોદીએ તેમને દૂર કરી દે છે. પરંતુ સુપ્રીમ કોર્ટ કહે છે કે તેમને પાછા લાવવા જોઈએ. આ પછી નરેન્દ્ર મોદી તેમને ફરી હટાવી દે છે. રાહુલે ફરી રાફેલની તપાસ માટે જેપીસીનો ઉલ્લેખ કર્યો.
રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીસી ખંડુરીને આધાર બનાવતા વડાપ્રધાન મોદીને ઘેરયા. રાહુલએ કહ્યું, “બીસી ખંડુરીએ સંસદની સમિતિમાં રાષ્ટ્રીય સલામતીનો પ્રશ્ન પૂછ્યો હતો કે સૈન્ય સાથે જે તાકાત હોવી જોઈએ તે નથી. ખંડુરી જીએ સત્ય બોલ્યા પછી નરેન્દ્ર મોદીએ તે સમિતિથી બીસી ખંડુરીને હટાવી દીધા.
શહીદોના પરિવારોને મળશે રાહુલ
રાહુલ ગાંધી 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારોને પણ મળશે. સાથે જ પુલાવામા હુમલા બાદ નૌશેરામાં IED બ્લાસ્ટમાં શહીદ થયેલા મેજર ચિતેશ બિષ્ટના પરિવારને પણ મળશે.
કોંગ્રેસ પ્રમુખ સૌ પ્રથમ શાહિદ મેજર ચિતેશ બિષ્ટના પરિવારજનોને મળશે. જણાવી દઈએ કે મેજર ચિત્રેશ બિષ્ટના 7 માર્ચના રોજ લગ્ન હતા અને 28 મી ફેબ્રુઆરીના રોજ રજા પર આવવાના હતા. ઘરમાં ખુશી છવાયેલી હતી અને પરિવાર કાર્ડ આપી રહ્યા હતા.
ચિત્રેશ બિષ્ટના ઉપરાંત રાહુલ ગાંધી પુલવામામાં શહીદ મોહનલાલ રતૂડી અને શહિદ મેજર વિભૂતિ ઢોડિયાલના પરિવારોને મળશે. રાહુલ ગાંધી શહીદોના પરિવારોને મળીને દિલ્હી પરત આવશે.
ઉત્તરાખંડમાં પાંચ લોકસભાની બેઠકો છે. 2014 ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ બેઠકો જીતી હતી. આવુ ત્યારે થયું હતું,જ્યારે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી.તેના પછી 2017 માં આ વિધાનસભા ચૂંટણી પછી ભાજપને સત્તા મળી. હવે એક બાજુ, રાજ્યમાં જ્યાં ભાજપ સરકાર છે, તો આવામાં કોંગ્રેસ માટે મજબૂત માનવામાં આવતા ઉતરાખંડમાં પરત આવુ પાર્ટી અને રાહુલ ગાંધી માટે મોટો પડકાર સમાન હશે. આપને જાણવી દઈએ એક ઉત્તરાખંડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થાય છે. જો કે, આ ચૂંટણીમાં બસપા એન સપાએ યુપીની જેમ જ ઉતરાખંડમાં પણ સાથે લડવાનો નિર્ણય કર્યો છે.પરંતુ હરિદ્વાર લોકસભાની સીટ સિવાય ગઠબંધનની અસર નજીવી છે.
