Not Set/ નિરવ મોદી ની લંડનમાં કરવામાં આવી ધરપકડ, લંડનની કોર્ટે જારી કર્યો હતો વોરંટ

લંડન, પંજાબ નેશનલ બેંકથી 13 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડના મુખ્ય આરોપી નિરવ મોદીની લંડનથી ધરપકડ કરવામાં આવી છે.મોદી આજે વેસ્ટમિન્સસ્ટર કોર્ટમાં બપોરે 3:30 વાગ્યે રજૂ કરવામાં આવશે. અદાલત હવે ભારતમાં તેના પ્રત્યર્પણને લઈને કેસની સુનાવણી કરશે. આ દરમિયાન સૂત્રોનું કહેવું છે કે નિરવ મોદીની સંપત્તિ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વતી વેચી શકાય છે.કૌભાંડને અંજામ આપીને બ્રિટનમાં […]

Top Stories World Trending

લંડન,

પંજાબ નેશનલ બેંકથી 13 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડના મુખ્ય આરોપી નિરવ મોદીની લંડનથી ધરપકડ કરવામાં આવી છે.મોદી આજે વેસ્ટમિન્સસ્ટર કોર્ટમાં બપોરે 3:30 વાગ્યે રજૂ કરવામાં આવશે. અદાલત હવે ભારતમાં તેના પ્રત્યર્પણને લઈને કેસની સુનાવણી કરશે. આ દરમિયાન સૂત્રોનું કહેવું છે કે નિરવ મોદીની સંપત્તિ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વતી વેચી શકાય છે.કૌભાંડને અંજામ આપીને બ્રિટનમાં રહી રહેલા અબજોપતિ જુલર સામે લંડન સ્થિત વેસ્ટમિન્સસ્ટર કોર્ટે તાજેતરમાં ધરપકડ વોરંટ જારી કર્યો હતો. તે પછીથી કહેવામાં આવી રહ્યું હતું કે નિરવ મોદીની ગમે ત્યારે  ધરપકડ કરી કરવામાં આવી શકે છે.

મની લોન્ડ્રિંગના એક કિસ્સામાં નિરવ મોદીને પ્રત્યર્પિત કરવાના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અનુરોધના જવાબમાં તેની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ એજન્સીને તાજેતરમાં વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જારી કરાયેલા વોરંટના મુદ્દા અંગે જાણ કરવામાં આવી હતી અને નિરવ મોદીને સ્થાનિક પોલીસ (લંડન મેટ્રોપોલિટન પોલીસ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.