Not Set/ રાહુલ ગાંધી, અમિત શાહ અને રાષ્ટ્રપતિએ પાઠવી હોળીની શુભેચ્છાઓ, જાણો શું કહ્યું

દિલ્હી, આજે સમગ્ર દેશ જોરશોરથી હોળીનો તહેવાર માનવી રહ્યા છે. રંગોના આ તહેવાર પર કોંગ્રેસ અધ્યક્ષ  રાહુલ ગાંધી સહિતના અન્ય નેતાઓએ હોળીની શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ ટ્વીટર પર બધાને શુભેચ્છા પાઠવતા લખ્યું, “હોળીનો આ તહેવારના તમારા જીવનમાં ખીશીઓના રંગથી સરાબોર કરી દે, મારી ઈશ્વરથી આ કામના છે. https://twitter.com/RahulGandhi/status/1108561020073709569 તો રાષ્ટ્રપતિ કોવિદે પણ હોળીની શુભેચ્છા […]

Top Stories India Trending

દિલ્હી,

આજે સમગ્ર દેશ જોરશોરથી હોળીનો તહેવાર માનવી રહ્યા છે. રંગોના આ તહેવાર પર કોંગ્રેસ અધ્યક્ષ  રાહુલ ગાંધી સહિતના અન્ય નેતાઓએ હોળીની શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ ટ્વીટર પર બધાને શુભેચ્છા પાઠવતા લખ્યું, “હોળીનો આ તહેવારના તમારા જીવનમાં ખીશીઓના રંગથી સરાબોર કરી દે, મારી ઈશ્વરથી આ કામના છે.

https://twitter.com/RahulGandhi/status/1108561020073709569

તો રાષ્ટ્રપતિ કોવિદે પણ હોળીની શુભેચ્છા આપતા ટ્વીટ કરી લખ્યું, “રંગોનો આ તહેવાર વસંતનો અને સમાજમાં સુમેળ સાથે રંગોનો તહેવાર હોય છે.” મારી કામના છે કે આ તહેવાર દરેકના જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ લાવવા વાળો હોય.

બીજેપી અધ્યક્ષ અમિત શાહે હોળી પર લખ્યું કે, રંગો અને ખોશીઓના આ મહાપર્વ તમારા બધાના જીવનમાં સુખ,શાંતિ અને સૌભાગ્ય લાગે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ વખતે હોળી ઉજવવા ન મનાવવાનો  નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે પુલવામા શહીદોની યાદમાં આ વખતે તેઓ હોળી ઉત્સવનું આયોજન કરશે નહીં. જોકે, ટ્વિટર પર તેણે હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

કેન્દ્રીય પ્રધાન વીકે સિંહે કહ્યું કે, “હું અને મારો પરિવાર આ વખતે હોળી ઉજવશે નહીં. પુલવામા હુમલા અને મનોહર પર્રિકર જીના નિધનને લઈને દુઃખી છે. અમે તમને હોળીની શુભેચ્છા પાઠીએ છીએ. ‘

ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ હોળીના અભિનંદન આપતા તેમણે ટ્વિટ કર્યું કે તેઓ તેમના નિવાસ 7 સફદરજંગ રોડ પર હોળી રમી રહ્યા છે.

ઉમર અબ્દુલ્લાએ પારસીઓનો તહેવાર નવરોજ અને હોળીની શુભેચ્છાઓ પાઠવી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ પુલવામા હુમલાના શહીદોની યાદમાં હોળી ન ઉજવવાનું નક્કી કર્યું છે.