પઠાણમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનની જોડી ટાઈગર 3માં જોવા મળશે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એવામાં જ એક વીડિયો સામે આવ્યો છે, જે ટાઈગર 3ના સેટ પર થી આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં સલમાન ખાન અને શાહરૂખ ખાનની એક ઝલક જોવા મળી છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે અને સાથે સાથે ફિલ્મ જોવા માટેની આતુરતા પણ બતાવી રહ્યા છે.
ટેલીચકકર દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયો સેટ પરથી આવ્યો હોવાનું લાગી રહ્યું છે, જેમાં સલમાન ખાન બ્રાઉન કલરની ટીશર્ટમાં ટાઈગરના લુકમાં નજર આવી રહ્યો છે. જ્યારે શાહરૂખ ખાન પઠાણના લુકમાં ઓલ બ્લેક આઉટફિટમાં દેખાઈ રહ્યા છે. એવામાં તેમના લોંગ હેર ફરી એક વાર તેમના ફેંસનું ધ્યાન ખેંચી રહ્યા છે. આ પ્રોમોને જોયા બાદ ફૅન્સ કમેન્ટ સેક્શનમાં ફાયર ઇમોજી શેર કરી રહ્યા છે. આ ઉપરાંત એક યુઝર એ કહ્યું કે બંને સ્ટારડમ એન્જોય કરી રહ્યા છે.
View this post on Instagram
મળતી માહિતી મુજબ સલમાન ખાન અને કેટરીના કેફ ની આ ફિલ્મ 10 નવેમ્બર એ રિલીઝ થઇ શકે છે. જો કે હજુ સુધી આને લઈને કોઈ ઓફીશીયલ માહિતી આપવામાં આવી નથી. આ ઉપરાંત આ ફિલ્મમાં શાહરૂખ ખાન પઠાણ ના રોલમાં કેમિયો કરતા નજર આવી રહ્યા છે. અત્યારે જો શાહરૂખ ખાનની વાત કરીએ તો તે તેની અપકમિંગ મુવી જવાન અને ડંકીના શુટિંગમાં વ્યસ્ત છે.
આ પણ વાંચો: UPCOMING BOLLYWOOD MOVIES/ફિલ્મોનો મેળો: વિકી-સારાથી શરૂ કરીને, જૂન મહિનો કાર્તિક-કિયારા સાથે થશે સમાપ્ત
આ પણ વાંચો: પ્રહાર/નસીરુદ્દીન શાહના નિવેદન પર ગુસ્સે થયા મનોજ તિવારી, કહ્યું- કોઈ સમસ્યા હોય તો કોર્ટમાં જઈ શકો છો
આ પણ વાંચો:આ સેલીબ્રીટી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે લે છે કરોડો રૂપિયાનો ચાર્જ
આ પણ વાંચો:અંબાણી પરિવારમાં ફરી ગુંજી કિલકારીઓ, શ્લોકા અને આકાશ બીજી વખત બન્યા માતા-પિતા
આ પણ વાંચો:મલાઈકા અરોરા થઈ પ્રેગ્નન્ટ, અર્જુન કપૂરે કહ્યું આખું સત્ય!
આ પણ વાંચો:સોનાક્ષી સિન્હાએ દરિયા કિનારે ખરીદ્યું આલિશાન ઘર, નવા ઘરમાં શિફ્ટ થતાં જ થઇ હેરાન

