Not Set/ અમદાવાદ: પ્રેમ પ્રકરણમાં વધુ બે પ્રેમી પંખીડાઓએ કર્યો આપઘાત….

અમદાવાદ, “સાથે જીવશું સાથે મરશું” આવી કહેવતો તેમ ફિલ્મોમાં સાર્થક થતી જોઈ હશે. પરંતુ અમદાવાદની સામે આવેલીએ એક આપઘાતની ઘટનામાં ફિલ્મી લવ સ્ટોરીને પણ પાછળ મુકી દીધી તેવી છે. શું છે સમગ્ર ઘટના વાંચો અહી… અમદાવાદ શહેરની સાબરમતી નદીમાંથી પ્રેમી યુગલની લાશ મળી આવી છે.સાબરમતી નદીમાં એક યુવક અને યુવતીએ પોતાના હાથ બાંધી અને મોતને […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

“સાથે જીવશું સાથે મરશું” આવી કહેવતો તેમ ફિલ્મોમાં સાર્થક થતી જોઈ હશે. પરંતુ અમદાવાદની સામે આવેલીએ એક આપઘાતની ઘટનામાં ફિલ્મી લવ સ્ટોરીને પણ પાછળ મુકી દીધી તેવી છે. શું છે સમગ્ર ઘટના વાંચો અહી…

અમદાવાદ શહેરની સાબરમતી નદીમાંથી પ્રેમી યુગલની લાશ મળી આવી છે.સાબરમતી નદીમાં એક યુવક અને યુવતીએ પોતાના હાથ બાંધી અને મોતને વ્હાલું કર્યું છે.આ પ્રેમી યુગલ જ્યારે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવતા માટે કૂદી ત્યારે આસપાસની જનતાએ તેને જોતા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયરની ટીમેં ઘટનાસ્થળે પહોંચી પ્રેમીયુગલને બચાવવા માટેની કવાયત હાથ ધરી હતી પરંતુ ફાયરની ટીમ યુગલને બચાવવામાં નિષ્ફળ રહી હતી.

સાબરમતી નદીના ઊંડા પાણીમાં મોતની છલાંગ લગાવતા ગણતરીની મિનિટોમાં જ પ્રેમી યુગલે પોતાનો જીવ ગુમાવ્યો હતો. મોતને વહાલુ કરનાર યુવક-યુવતીને જ્યારે બહાર કાઢવામાં આવ્યા ત્યારે બંનેના હાથ દોરડાથી બાંધેલા હતા.આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃત્યુ કાલની અંગ ઝડતી કરતા તેમની પાસેથી તેમના ઇલેક્શન આઈડી મળી આવ્યા હતા જેના દ્વારા આ બંને પ્રેમી યુગલ મહેસાણા જિલ્લાથી આવ્યા હોય તેવી હકીકત બહાર આવી હતી. ઓળખપત્રના આધારે પોલીસે મૃત યુવતીના પરિવારજનોને સંપર્ક કરવાની કવાયત હાથ ધરી હતી અને અકસ્માતનો ગુનો દાખલ કરી મૃત્યુના સાચા ક્યાં સુધી પહોંચવા તપાસ હાથ ધરવામાં આવી છે.

હાલ તો પોલીસે પ્રેમીઓના પરિવારજનોને સંપર્ક કરીને બંનેની ડેડબોડી સ્થાપવા માટેની કવાયત હાથ ધરી છે પરંતુ બીજી તરફ આ યુવક યુવતીને શા માટે પોતાની જિંદગીનો અંત આણવાની જરૂર પડી અને તેની પાછળનું સાચું કારણ શું છે તે જાણવા પણ પોલીસ મથામણ કરી રહી છે.