Not Set/ અમિત શાહ 30 માર્ચે ભરશે ઉમેદવારી પત્રક, તે પહેલા કરશે મેગા રોડ શો  

અમદાવાદ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગરથી ઉમેદવારી કરી રહ્યાં છે અને આગામી 30મીએ તેઓ રોડ શો કરી ઉમેદવારી ફોર્મ ભરવા જશે.જેને લઈને ભાજપમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમિત શાહ જે માર્ગે રોડ શો કરવાના છે એ માર્ગ અને વ્યવસ્થાઓ ચકાસવા આજે ભાજપના રાષ્ટ્રિય મહામંત્રી અનિલ જૈન, પ્રદિપસિંહ જાડેજા તેમજ અમદાવાદના મેયર […]

Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગરથી ઉમેદવારી કરી રહ્યાં છે અને આગામી 30મીએ તેઓ રોડ શો કરી ઉમેદવારી ફોર્મ ભરવા જશે.જેને લઈને ભાજપમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમિત શાહ જે માર્ગે રોડ શો કરવાના છે એ માર્ગ અને વ્યવસ્થાઓ ચકાસવા આજે ભાજપના રાષ્ટ્રિય મહામંત્રી અનિલ જૈન, પ્રદિપસિંહ જાડેજા તેમજ અમદાવાદના મેયર બિજલબેન પટેલ સહિતના ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અત્રે ઉમટ્યા હતા.જ્યાં અનિલ જૈન, પ્રદિપસિંજ જાડેજા અને મેયર બિજલ પટેલે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરી પાર્ટીનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.