મતગણતરી પહેલા પાસ નેતા હાર્દિક પટેલે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 18મી ડિસેમ્બરે છે ત્યારે હાર્દિકે કહ્યું કે, 18 ડિસેમ્બર પહેલા એટલેકે શનિવાર અને રવિવારે રાત્રે ભાજપ EVMમાં છેડછાડ કરી શકે છે અને હાર્દિકે દાવો કર્યો કે, ‘જો EVMમાં કોઈ પણ પ્રકારની છેડછાડ ન થાય તો ભાજપ 82 બેઠકોથી વધુ મેળવી શકશે નહીં.’ તો શનિવારે ટિવટરના માધ્યમથી હાર્દિકે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. હાર્દિકે પોતાના ટિવટર પર લખ્યું, ‘શનિવાર અને રવિવારની રાત્રે ભાજપ EVM સાથે છેડછાડ કરી શકે છે. ભાજપ ચૂંટણી હારી રહીં છે. EVMમાં છેડછાડ ન થાય તો ભાજપને 82 બેઠક મળી રહીં છે.’ત્યારબાદ હાર્દિકે વધુ એક ટ્વિટ કર્યુ અને આ ટ્વિટ દ્વારા દાવો કર્યો કે ‘EVMમાં ચેડાં કરી ભાજપ ગુજરાતમાં વિજય મેળવશે, પરંતુ હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પરાજય થશે, જેથી કોઈ સવાલ ઉઠાવે નહીં.’ હાર્દિકે ટ્વિટમાં એમ પણ લખ્યું છે કે‘ગુજરાતમાં ભાજપ હારી જાય તેનો અર્થ છે કે ભાજપનું પતન.’જો કે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે હાર્દિક પટેલે EVMની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી થાય તે પ્રક્રિયાને વધુ અસરકારક ગણાવી હતી. શુક્રવારે હાર્દિકે ટ્વિટ કરી કહ્યું કે, જો EVMથી ચૂંટણી યોજાયા બાદ પણ જો 5-7 દિવસની રાહ જોવી પડતી હોય તો બેલેટ પેપરથી ચૂંટણી યોજાય તે વધુ બહેતર છે.
Not Set/
શનિવાર અને રવિવારે રાત્રે ભાજપ EVMમાં છેડછાડ કરી શકે છે-હાર્દિક પટેલ
મતગણતરી પહેલા પાસ નેતા હાર્દિક પટેલે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 18મી ડિસેમ્બરે છે ત્યારે હાર્દિકે કહ્યું કે, 18 ડિસેમ્બર પહેલા એટલેકે શનિવાર અને રવિવારે રાત્રે ભાજપ EVMમાં છેડછાડ કરી શકે છે અને હાર્દિકે દાવો કર્યો કે, ‘જો EVMમાં કોઈ પણ પ્રકારની છેડછાડ ન થાય તો ભાજપ 82 બેઠકોથી વધુ મેળવી […]
