Not Set/ શત્રુધ્ન સિન્હા આજે કોંગ્રેસમાં સામેલ નહીં થાય, છ એપ્રિલે કોંગ્રેસ સાથે જોડાશે

નવી દિલ્હી, લોકસભા ચૂંટણી 2019 માં ભાજપે પટના સાહિબ લોકસભા સીટ પરથી ટિકિટ કાપ્યાં બાદ ભાજપથી નારાજ શત્રુઘ્ન સિન્હા ક્રોંગેસમાં જોડાઇ શકે છે તેવા સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી સાંભળવા મળી રહ્યા છે ત્યારે હાલ તેઓનો કોંગ્રેસમાં સમાવેશ ટળ્યો છે. જણાવી દઇએ કે તેઓ આજે એટલે કે ગુરવારના રોજ કોંગ્રેસમાં જોડાવાના હતા પરંતુ સૂત્રો દ્વારા મળતી […]

Top Stories India Trending

નવી દિલ્હી,

લોકસભા ચૂંટણી 2019 માં ભાજપે પટના સાહિબ લોકસભા સીટ પરથી ટિકિટ કાપ્યાં બાદ ભાજપથી નારાજ શત્રુઘ્ન સિન્હા ક્રોંગેસમાં જોડાઇ શકે છે તેવા સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી સાંભળવા મળી રહ્યા છે ત્યારે હાલ તેઓનો કોંગ્રેસમાં સમાવેશ ટળ્યો છે. જણાવી દઇએ કે તેઓ આજે એટલે કે ગુરવારના રોજ કોંગ્રેસમાં જોડાવાના હતા પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ હવે આગામી 6 એપ્રિલના રોજ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. જો કે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. તેઓએ મુલાકાત પહેલા કહ્યું હતું કે સ્થિતિમાં કોઇ ગડબડ નથી. તેઓ કોઇપણ સંજોગોમાં તેની સીટ નહીં બદલે.

જણાવી દઇએ કે પહેલા તેઓ આજે કોંગ્રેસમાં જોડાવાના હતા અને કોંગ્રેસે તે માટે પ્રેસ કોન્ફરન્સ પણ રાખી હતી જો કે પરંતુ માનવામાં આવે છે કે, બિહારમાં આરજેડી અને અન્ય ઘણાં પક્ષ સાથે થયેલા ગઠબંધનમાં કોંગ્રેસ સામેલ હોવાથી અને સીટોની વહેંચણી નક્કી ન હોવાથી હાલ આ આયોજન સ્થગિત રાખવામાં આવ્યું છે.

સિન્હાએ આ અંગે ટ્વિટ કરીને કહ્યું હતું કે

“હું ખૂબ જ જલ્દીથી કોંગ્રેસમાં જોડાવા જઇ રહ્યો છું અને નવરાત્રી પછી લોકોને સારા સમાચાર મળશે”

કોંગ્રેસનો ખુલાસો:

આ અંગે કોંગ્રેસના નેતા આરકે આનંદે નિવેદન આપતા કહ્યું હતું કે સિન્હા કોંગ્રેસમાં સામેલ થઇ જ રહ્યા છે અને તેમના પક્ષમાં સામેલ થવા વિશે તથા તેની ઉમેદવારીને લઇને કોઇ વિવાદ નથી. આ બાબતે માત્ર થોડો વિલંબ થઇ રહ્યો છે. હાલમાં ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસ તેને પટના સાહિબ બેઠક પરથી તેના ઉમેદવાર જાહેર કરી શકે છે, આ જ બેઠક પરથી તેઓ સતત બે વાર ભાજપની ટિકિટ પરથી જીતી ચૂક્યા છે.