Not Set/ પોરબંદર ડ્રગ્સ પ્રકરણ: મુંબઇ કનેક્શન ખુલ્યું!

ગુજરાતની યુવા પેઢીને નશાના રવાડે ચડવા માટે કેટલાક શખ્સો સક્રીય થયા છે. બીજી તરફ કેફી દ્રવ્યોને ઝડપી લેવા પોલીસે કમર કરી છે.દરમિયાન પોરબંદરના દરિયામાંથી એટીએસની ટીમે રૂ. 500 કરોડનું હેરોઈન ઝડપી લીધું છે.ઈરાશની શખ્સોએ બોટ પકડાય તે પહેલા જ સળગાવી દેવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે 9 આરોપીઓને ઝડપી લઈને રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. […]

Gujarat Others

ગુજરાતની યુવા પેઢીને નશાના રવાડે ચડવા માટે કેટલાક શખ્સો સક્રીય થયા છે. બીજી તરફ કેફી દ્રવ્યોને ઝડપી લેવા પોલીસે કમર કરી છે.દરમિયાન પોરબંદરના દરિયામાંથી એટીએસની ટીમે રૂ. 500 કરોડનું હેરોઈન ઝડપી લીધું છે.ઈરાશની શખ્સોએ બોટ પકડાય તે પહેલા જ સળગાવી દેવામાં આવી હતી.

આ બનાવમાં પોલીસે 9 આરોપીઓને ઝડપી લઈને રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. પોલીસની તપાસમાં રાજકોટના રાજુ પરમાર નામના શખસનું નામ ખૂલ્યું છે.આ હેરોઈન પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસાડવામાં આવી રહ્યું હતું.પાકિસ્તાનનાં ગ્વાદર બંદરેથી 500 કરોડનાં હેરોઇનનાં જથ્થા સાથે ઇરાની બનાવટની ડાઉ પ્રકારની બોટ 9 ખલાસીઓને નીકળી હોવાની બાતમીના આધારે એટીએસની ટીમે કોસ્ટગાર્ડ અને મરીન ટાસ્ક ફોર્સનાં કમાન્ડોની મદદથી આખું ઓપરેશન પાર પડવામાં આવ્યું હતું. જેમાં એટીએસે 100 કિલો હેરોઇન કબ્જે કર્યું હતું..આ ડ્રગ્સનું કનેક્શન મુંબઇ સુધી જોડાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.