Vapi News/ તહેવારની રોશનીની તૈયારી બની મોતનું કારણ: વ્યારામાં કરંટ લાગતાં 29 વર્ષીય યુવકનું મોત

તાપીના વ્યારા કાનપુરાના પંચવટી નગરમાં લાઈટની સીરિઝ લગાવતી વખતે મેઈન લાઈનમાં વાયર અડકતાં (Vyara short circuit accident) શોર્ટ સર્કિટ થયું. યુવકનું સારવાર દરમિયાન મોત, યુવતી દાઝી.

Top Stories Gujarat Others Breaking News
Vyara short circuit accident: ઘરમાં લાઈટ લગાવતી વખતે કરંટ લાગ્યો: યુવકનું મોત

Tapi News: તાપી જિલ્લાના વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં આવેલા પંચવટી નગરમાં લાઈટની સીરિઝ લગાવતી વખતે કરંટ લાગતાં (electric shock) યુવક અને યુવતી ગંભીર રીતે દાઝી ગયાં (Vyara short circuit accident) હતાં. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 29 વર્ષીય યુવકનું સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે યુવતીને પણ વીજપ્રવાહ લાગતાં દાઝી જવાથી ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે વ્યારા પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.

Vyara short circuit accident: મેઈન લાઈનના સંપર્કમાં આવતાં શોર્ટ સર્કિટ

મળતી માહિતી મુજબ, 2 નવેમ્બર 2026ના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે પંચવટી નગરમાં રહેતાં જિનલબેન સંદીપભાઈ ટંડેલ (ઉં.વ. 22)ના ઘરે તહેવાર નિમિત્તે લાઈટની સીરિઝ લગાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કાનપુરાના રહેવાસી ગૌતમ ગામીત (ઉં.વ. 29) સીરિઝ લગાવી રહ્યા હતા. ત્યારે અકસ્માતે વાયર વીજળીની મેઈન લાઈનના સંપર્કમાં આવતાં જોરદાર શોર્ટ સર્કિટ થયું હતું.

યુવકનું સારવાર દરમિયાન મોત

શોર્ટ સર્કિટ થતાં ગૌતમ ગામીત અને જિનલબેન ટંડેલ વીજપ્રવાહની ચપેટમાં આવી ગયાં હતાં. બંને ગંભીર રીતે દાઝી ગયાં હતાં. ગૌતમભાઈને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત (youth dies in Vyara) નીપજ્યું હતું.

વ્યારા પોલીસે તપાસ શરૂ કરી

આ બનાવ અંગે સંદીપ ટંડેલે વ્યારા પોલીસને જાણ કરી હતી. પોલીસે 4 નવેમ્બર 2026ના રોજ જાણવા જોગ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એ.એસ.આઈ. ભાવેશ ભાઈદ્વારા અકસ્માતના કારણો અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: મોબાઈલ ચાર્જર બન્યું મોતનું કારણ! વીજ કરંટ લાગતાં 17 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: ન્યૂ એરા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીના વીજ કરંટથી મોત મામલે પેરેન્ટ્સ એસોસિએશનની CMને રજૂઆત

આ પણ વાંચો: મેરિલ કંપનીમાં વીજ કરંટથી કામદારનું મોત, 7 ઘાયલ; બેદરકારીના આક્ષેપ વચ્ચે તપાસ શરૂ