Not Set/ અમદાવાદમાં ગરમીનો પારો 41 ને પાર, રાજ્યના અનેક શહેરોમાં યલો એલર્ટ જાહેર

અમદાવાદ, ગરમીની સિઝનની શરૂઆત થવાની સાથે જ ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારવા લાગી છે, જેમાં ખાસ કરીને જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં એક જ અઠવાડિયામાં તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચ્યું છે, વળી હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં તાપમાન ૪૨ ડિગ્રીથી પણ વધારે થાય તેવી આગાહી કરવામાં આવી છે અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું […]

Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

ગરમીની સિઝનની શરૂઆત થવાની સાથે જ ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારવા લાગી છે, જેમાં ખાસ કરીને જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં એક જ અઠવાડિયામાં તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચ્યું છે, વળી હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં તાપમાન ૪૨ ડિગ્રીથી પણ વધારે થાય તેવી આગાહી કરવામાં આવી છે અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ રીતે બચો કાળઝાળ ગરમીના પ્રકોપથી

  • બપોરના સમયે અગત્યના કામ સિવાય બહાર ન નીકળવું
  • એર કન્ડિશનર, કૂલર અને પંખાનો કરો ઉપયોગ
  • ડિહાઇડ્રેશનથી બચવા માટે લીંબુપાણી, શેરડીનો રસ અને વધારે પાણી પીવો
  • ખાસ કરીને બાળકો અને વયોવૃદ્વ લોકોને બપોરે બહાર જવાનું ટાળવું
  • ગરમીથી રક્ષણ માટે કોટનના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો
  • ચહેરા પર સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો

વિવિધ શહેરોમાં યલો એલર્ટ

રાજ્યના મોટા ભાગના શહેરોમાં હાલમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને આગામી દિવસોમાં પારો હજુ વધે તેવી હવામાન વિભાગની આગાહી છે. રાજ્યના વિવિધ શહેરોમાં યેલો એલર્ટ પર જાહેર કરાયું છે. આગામી બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરામાં હીટવેવની સ્થિતિ બની રહેશે.