નવી દિલ્હી,
મની લોન્ડ્રિંગ કેસમાં દિલ્હીની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને આગોતરા જામીન આપ્યા છે. વાડ્રાને રૂ.5 લાખના બોન્ડ પર શરતી જામીન આપવામાં આવ્યા છે. ઉપરાંત વાડ્રાના નિકટના મનોજ અરોરાને પણ આગોતરા જામીન મળી ગયા છે.
Money laundering case: Special CBI court has imposed bail conditions – Both Robert Vadra and Manoj Arora can't leave the country without prior permission of the court. Both will have to join the investigation when called. No tampering with evidence or influence witnesses. https://t.co/wOuETeW44Y
— ANI (@ANI) April 1, 2019
જો કે રોબર્ટ વાડરા અને મનોજ અરોરા કોર્ટની મંજૂરી વગર દેશ છોડી નહીં શકે. બન્નેએ તપાસ પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ આપવો પડશે. સાથે જ પૂરાવા સાથે છેડછાડ ના કરવાની પણ કોર્ટે ચેતવણી આપી છે.
ઇડી મની લોન્ડ્રિંગ કેસમાં વાડ્રાને કસ્ટડીમાં લઇને વધુ પૂછપરછ કરવા માગે છે તેથી તે કોર્ટના આ નિર્ણયને ઉપરી કોર્ટમાં પડકારશે. કોર્ટમાં ઇડીના વકીલે વાડ્રા વિરુદ્વ પર્યાપ્ત પૂરાવા હોવાનું કહ્યું હતું. બન્ને આરોપીઓએ પેટ્રોલિયમ અને સંરક્ષણ સોદાઓમાં લાંચ લીધી હોવાનો તપાસ એજન્સીઓ દાવો કરી રહી છે.
નોંધનીય છે કે મની લોન્ડ્રિંગ કેસમાં ઇડીએ 7 ફેબ્રુઆરીના રોજ રોબર્ટ વાડ્રાની લગભગ 6 કલાક પૂછપરછ કરી હતી. જે બાદ ઇડીના અધિકારીઓએ કોર્ટમાં કહ્યું હતું કે, વાડ્રા પૂછપરછમાં સહયોગ આપી રહ્યાં નથી. જેના કારણે તેમની કસ્ટડી જરૂરી છે.
